Surat News/ સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

સુરતમાં બે કરોડથી વધુની સોનાની ચોરીની ઘટના બની છે. સુરતના મજૂરા ફાયર સ્ટેશન નજીક આ બનાવ બન્યો છે. સુરતમાં ઓર્નામેન્ટલ જ્વેલર્સનું શટર તૂટતા તસ્કરો અંદાજે ત્રણ કિલો સોનાનો હાથફેરો કરી ગયા હતા. તેની સાથે આઠ કિલો ચાંદી પણ ચોરી કરી ગયા હતા.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતમાં બે કરોડથી વધુની સોનાની ચોરીની ઘટના બની છે. સુરતના મજૂરા ફાયર સ્ટેશન નજીક આ બનાવ બન્યો છે. સુરતમાં ઓર્નામેન્ટલ જ્વેલર્સનું શટર તૂટતા તસ્કરો અંદાજે ત્રણ કિલો સોનાનો હાથફેરો કરી ગયા હતા. તેની સાથે આઠ કિલો ચાંદી પણ ચોરી કરી ગયા હતા.

તેમણે સીસીટીવી તોડી નાખ્યા હતા, જેથી તેમની ચોરીનો કોઈ પુરાવો ન રહે. આ તસ્કરો પાછા ઇકો કારમાં આવ્યા હતા એટલે કે તેઓ પૂરું આયોજન કરીને આવ્યા હતા. હવે જો તસ્કરો ઇકો કાર લઈને આવ્યા હોય તો તેનો સીધો અર્થ એમ થાય કે તે સોનાનો નિકાલ કરવા સાથે આવ્યા હોય. આ કાર પણ મોટાભાગે ચોરીની જ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો છે. તેના પગલે ઉમરા પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

આ પહેલા સુરત પોલીસ મોટી ચોરીઓ પકડી ચૂકી છે. ગયા વર્ષે સુરત પોલીસની વિશેષ શાખાએ સુરત એરપોર્ટ પરથી જ સોનું પકડ્યું છે. વરાછા જતાં પટેલ કુટુંબ પાસેથી આ સોનું પકડવામાં આવ્યું છે. આ મુદ્દે સમગ્ર પટેલ કુટુંબને પકડવામાં આવ્યું છે.

સુરતમાં સોનાના સ્મગલિંગનો મોટો ઘટસ્ફોટ થયો છે. Gold Smuggling સુરત શહેરના એરપોર્ટ પર લવાયેલું રૂપિયા 4.55 કરોડનું સોનું કબજે કરવામાં આવ્યું છે. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા દુબઈથી લવાયેલું સોનું શહેરમાં ઘૂસાડવામાં આવે તે પહેલા જ મહત્વની કાર્યવાહી કરાઈ છે. વરાછા જતા પટેલ પરિવારને ટીમે મોટા પ્રમાણમાં સોના સાથે પકડી પાડ્યો છે. હવે આ અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે. આમ અમદાવાદ એરપોર્ટ પછી સુરત એરપોર્ટ સોનાના સ્મગલિંગના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

દુબઈથી કઈ રીતે આ સોનું લાવવામાં આવ્યું, Gold Smuggling સુરતમાં તે કોને આપવાનું હતું તે તમામ મુદ્દે પોલીસ તપાસ કરશે. આટલા મોટા પ્રમાણમાં દુબઈથી સોનું કઈ રીતે લાવવામાં આવ્યું અને આ કામ માટે કોણ મદદ કરી હતી તે દિશામાં પણ શહેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

પકડાયેલા લોકોએ અગાઉ આવા કૃત્ય આચર્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. Gold Smuggling ઘણી વખત ફરવા જવાના બહાને આ પ્રકારના સ્મગલિંગ કરવામાં આવતા હોય છે ત્યારે પકડાયેલા શખ્સો કોના ઈશારે આ કામ કરી રહ્યા હતા તે અંગેની પૂછપરછ પણ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં CAનો વિદ્યાર્થી મોપેડના ડીકીમાંથી ચોરી કરતા ઝડપાયો

આ પણ વાંચો: સુરતમાં જીએસટીના દરોડા, સાત કરોડની કરચોરી પકડાઈ

આ પણ વાંચો: સુરતમાં 30 સ્થળોએ SGSTના દરોડાઃ મોટાપાયા પર કરચોરી પકડાઈ શકે