સુરતમાં CAનો વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયો. CAનો વિદ્યાર્થી મોપેડની ડીકીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરતો હતો. દરમ્યાન પોલીસે ચોરી કરતી વખતે શખ્સને ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું કે ચોરી કરનાર વ્યક્તિ CAનો અભ્યાસ કરે છે. અને બેરોજગાર હોવાના કારણે જરૂરિયાતો પૂરી કરવા ચોરીના રવાડે ચડ્યો.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં અડાજણ પોલીસે મોપેડના ડીકી માંથી રોકડા રૂપિયાની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો. સાથે કુલ 34400 નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. તે શખ્સની પૂછપરછ કરતા તે CAનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું. તેનું નામ આશિષ ઇન્દ્રમોહન ઝા છે. પોલીસે CAના વિદ્યાર્થી આશિષની મોપેડની ડીકીમાંથી ચોરી કરતા મુદ્દામાલ સાથે ધરપકડ કરી. પોલીસ પૂછપરછમાં CAના વિદ્યાર્થી આશિષે કબૂલાત કરી કે તેની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી અને સીએનો અભ્યાસ વધુ મોંઘો હોવાથી તેણે ચોરીનો રસ્તો અપનાવવો પડ્યો. અત્યારે તે બેરોજગાર છે તેની પાસે તેની જરૂરિયાતો પૂર્ણ કરવા અને કમાણી મેળવવા કોઈ નિશ્ચિત સાધન નથી.
નોંધનીય છે કે સુરત જેવા ડાયમંડ સિટી કહેવાતા નગરમાં જ્યાં હિરા કારીગરોને કામ મળી રહે છે ત્યાં CAનો અભ્યાસ કરતો યુવક બેરોજગાર છે. બેરોજગાર યુવાન કઇ હદે જાય છે તે આ કિસ્સા પરથી સમજાય છે. કહી શકાય કે CAનો અભ્યાસ કરતો યુવાન ગુનાના માર્ગે હજુ પગરણ માંડી રહ્યો છે. આવા યુવાનોને ભટકાવતા અટકાવવા માટે ચોક્કસ પ્રયાસો હાથ ધરવા જોઈએ. જો કે સીએનો વિદ્યાર્થી હોવાનું કહેતો આશિષ નામના યુવાનની વાતોમાં કેટલી સત્યતા છે તેની પોલીસ વિગતે તપાસ હાથ ધરી જરૂર મુજબ કાર્યવાહી કરશે.
આ પણ વાંચો:bs yeddyurappa/ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR
આ પણ વાંચો:Crude Oil Price/પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ
આ પણ વાંચો: Ahmedabad Crime News/સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ