AMC Draftbudget/ અમદાવાદીઓ પર ઝીંકાયો હવે નવો પર્યાવરણ વેરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. હવે તેમા અમદાવાદીઓના માથે પર્યાવરણ વેરાના સ્વરૂપમાં વધુ એક વેરાનો બોજ આવશે.

Top Stories Ahmedabad
AMC Draftbudget
  • અમદાવાદ માટે રજૂ થયું 8,400 કરોડનું ડ્રાફ્ટ બજેટ
  • ગયા વર્ષે 8,111 કરોડનું હતું બજેટ
  • રહેણાક મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો
  • ટોરેન્ટ પાવરથી સદર કેમ્પ સુધી 250 કરોડના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનાવાશે
  • પર્યાવરણ બચાવવા માટે ઇલેકટ્રિક સ્કૂટર શરૂ કરાશે. સાબરમતી રિવરફ્રન્ટની બાજુએ આ પ્રોજેક્ટ શરૂ થશે

AMC Draftbudget અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. હવે તેમા અમદાવાદીઓના માથે પર્યાવરણ વેરાના સ્વરૂપમાં વધુ એક વેરાનો બોજ આવશે. મ્યુનિસિપલ કમિશ્નરે ડ્રાફ્ટ બજેટમાં રહેણાક મિલકત અને બિન રહેણાક મિલકતમાં ટેક્સમાં વધારો કરવાનું પણ સૂચન કર્યું છે.

AMC Draftbudget અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2023-24નું 8,400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે, જે ગયા વર્ષના 8,111 કરોડના ડ્રાફ્ટ બજેટની તુલનાએ વધારે છે. શહેરીજનો જાહેર પરિવહનનો ખાસ ઉપયોગ કરતા ન હોવાથી તેમણે પર્યાવરણ વેરો ચૂકવવો પડશે. તેના લીધે ખાનગી વાહનોનો ઉપયોગ નાગરિકોને વધુ મોંઘો પડશે.

AMC Draftbudget આમ આ ડ્રાફ્ટ બજેટ થકી અમદાવાદીઓને સંદેશ આપવામાં આવ્યો છે કે પર્યાવરણની જાળવણી અમદાવાદના તમામ નાગરિકોની ફરજ છે. જો કે પર્યાવરણની જાળવણી થતી ન હોવાના કારણે જ હવે ટેક્સ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

આ પ્રકારનું સૂચન મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યું છે.તેના અન્વયે ખાનગી વાહનોનો વપરાશ મોંઘો પડશે. પર્યાવરણની સ્થિતિ સુધારવા પર્યાવરણની જાળવણીનો ચાર્જ વસૂલાશે. રહેણાક મિલકતમાં પાંચ રૂપિયાથી લઈને 3,000 રૂપિયાનો વેરો વસૂલાશે. બિન રહેણાક મિલકતમાં 150 રૂપિયાથી લઈને 7,000 વેરો વસૂલાશે. વેરાનો દર પ્રતિ ચોરસ ફૂટે 16 રૂપિયાથી વધારીને 23 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પર્યાવરણ બચાવવા માટે ઇલેકટ્રિક સ્કૂટર શરૂ કરાશે. સાબરમતી રિવરફ્રન્ટની બાજુએ આ પ્રોજેક્ટ શરૂ થશે. સરદાર બ્રિજથી વાસણા બ્રિજ સુધી અને સુભાષબ્રિજથી નેહરુબ્રિજ વચ્ચે સ્કૂટર ચાલુ થશે. આ સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર નવું નજરાણું જોવા મળશે. ટોરેન્ટ પાવરથી સદર સુધી બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે. અગાઉ માત્ર રિવરબ્રિજ બનાવવાની જાહેરાત થઈ હતી. હવે 250 કરોડના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે.

Hind City/ દુબઈના એક જિલ્લાનું નામ બદલીને હિંદ શહેર રાખવામાં આવ્યું

Economic Survey/ નાણામંત્રી આજે રજૂ કરશે આર્થિક સર્વે, સ્પષ્ટ થશે આવનારા બજેટનું ચિત્ર

Accident/ સુરત-મુંબઇ હાઇવે પર અકસ્માત, બારડોલીના NRI પરિવારના 4 લોકોના મોત