Not Set/ #વર્લ્ડ_રેસલિંગ_ચેમ્પિયનશિપ : દિપક પુનિયા ફાઈનલમાં, ઇતિહાસ રચવાથી એક પગલું દુર

દિપક પૂનિયાએ સેમિ ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડનાં રેસલર સ્ટીફન રિચમુથને હરાવ્યો  પૂનિયાએ આવતા વર્ષે ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક રમતોનો પ્રવેશ મેળવ્યો દીપક ગોલ્ડ મેડલ જીતે છે, તો તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર ભારતનો બીજો રેસલર બનશે  પી વી સુશીલ કુમારે 2010 માં મોસ્કોમાં આયોજીત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ભારતનાં યુવા રેસલર દીપક પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની […]

Top Stories Sports
deepak puniya #વર્લ્ડ_રેસલિંગ_ચેમ્પિયનશિપ : દિપક પુનિયા ફાઈનલમાં, ઇતિહાસ રચવાથી એક પગલું દુર
  • દિપક પૂનિયાએ સેમિ ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડનાં રેસલર સ્ટીફન રિચમુથને હરાવ્યો 
  • પૂનિયાએ આવતા વર્ષે ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક રમતોનો પ્રવેશ મેળવ્યો
  • દીપક ગોલ્ડ મેડલ જીતે છે, તો તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર ભારતનો બીજો રેસલર બનશે 
  • પી વી સુશીલ કુમારે 2010 માં મોસ્કોમાં આયોજીત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

પૂનીયાએ 86 કિલો કેટેગરીનાં સેમિ ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડના રેસલર સ્ટીફન રિચમુથને 8 – 2 થી હરાવ્યો હતો. ચેમ્પીયનનાં ખિતાબ માટે તેનો મુકાબલો ઈરાનનાં ઓલિમ્પિક ચેમ્પિયન હસન યઝદાની સામે થશે. જો તે ગોલ્ડ મેડલ જીતે છે, તો તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનો બીજો રેસલર બનશે. તેના પહેલાં સુશીલ કુમારે મોસ્કોમાં 2010 ના વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ અગાઉ તેણે ખૂબ  કસોકસી ભર્યા ક્વાર્ટર ફાઈનલ મેચમાં કોલમ્બિયાનાં કાર્લોસ મેન્ડેઝને 7 – 6થી હરાવીને ઓલિમ્પિક ક્વોટા જીત્યો હતો. પૂનિયા ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારો ચોથો ભારતીય રેસલર બન્યો હતો. આ અગાઉ મહિલા રેસલર વિનેશ ફોગાટ, સ્ટાર બજરંગ પુનિયા અને રવિ દહિયાએ પોત પોતાના વજનની કેટેગરીમાં ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી લીધો છે.

ક્વાર્ટરની ફાઈનલ મેચની આ અગાઉ ની મેચમાં તેણે તાજિકિસ્તાનના બકોદુર કોડીરોવને 6 – 0 થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તો હાલ પુનિયા ઇતિહાસ રચવાથી માત્ર એક પગલું દુર છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.