suspension/ AAP નેતા રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શનની સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી, નકલી સહી કરવાનો હતો આરોપ

રાજ્યસભામાંથી સસ્પેન્શન મામલે રાઘવ ચઢ્ઢાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું મારું સસ્પેન્શન આજના યુવાનો માટે બીજેપી તરફથી મજબૂત સંદેશ છે. જો તમે સવાલ પૂછવાની હિંમત કરશો તો અમે તમારો અવાજ કચડી નાખીશું.

Top Stories India
YouTube Thumbnail 2023 10 30T111834.579 AAP નેતા રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શનની સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી, નકલી સહી કરવાનો હતો આરોપ

આમ આદમી પાર્ટી અત્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પાર્ટીના મહત્વના નેતાઓ જુદા-જુદા કેસોની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ફાળવેલ બંગલો અને નકલી સહી કરવાના આરોપને લઈને કોર્ટમાં કેસ લડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આજે આપ નેતા રાઘવચઢ્ઢાના સસ્પેન્શન કેસની સુનાવણી થશે. AAP નેતા પર દિલ્હી સર્વિસ બિલ પર 5 નકલી સહી કરવાનો આરોપ છે. આ આરોપ વિરુદ્ધ ચઢ્ઢાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

સાંસદ રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેમકે રાજ્યસભામાં 7 ઓગસ્ટના રોજ રાત્રે દિલ્હી સર્વિસિસ (એમેન્ડમેન્ટ) બિલ પસાર કરવામાં આવ્યું હતું તે અગાઉ ચઢ્ઢાએ પાંચ સાંસદોના હસ્તાક્ષર સાથે બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર અમિત શાહે ચઢ્ઢાના આ પ્રસ્તાવ પર આરોપ લગાવતા કહ્યું કે રાઘવે 5 સાંસદોની નકલી સહીઓ લગાવી છે. અને આ જ કારણે તેમને ચોમાસુ સત્રના છેલ્લા દિવસે સસ્પેન્ડ કરાયા. જેના બાદ રાઘવ ચઢ્ઢાએ સસ્પેન્શન વિરુદ્ધ 10 ઓક્ટોબરે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી. આ કેસની પ્રથમ સુનાવણી 16 ઓક્ટોબરે હાથ ધરવામાં આવી હતી.

રાઘવ ચઢ્ઢાએ મોકલેલ પ્રસ્તાવ પર જે પાંચ સાંસદોએ સહી કરી હતી તેમાં ભાજપના 3 સાંસદોએ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જેમાં એક BJD અને એક AIADMK સાંસદનો પણ સમાવેશ થાય છે. નકલી સહી કરનાર પાંચ સાંસદોએ દાવો કર્યો હતો કે તેમની સંમતિ વિના દિલ્હી સેવા બિલને પસંદગી સમિતિને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તપાસની માંગ કરી હતી.

રાજ્યસભામાંથી સસ્પેન્શન મામલે રાઘવે સરકાર પર નિશાન સાધતા કહ્યું મારું સસ્પેન્શન આજના યુવાનો માટે બીજેપી તરફથી મજબૂત સંદેશ છે. જો તમે સવાલ પૂછવાની હિંમત કરશો તો અમે તમારો અવાજ કચડી નાખીશું. રાજ્યસભામાં મુશ્કેલ પ્રશ્નો પૂછવા બદલ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

આપ નેતા રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાંથી સસ્પેન્ડ વિરુદ્ધ કરેલ અરજીમાં પહેલી સુનાવણી 16 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. પ્રથમ સુનાવણીમાં ચઢ્ઢા તરફથી એડવોકેટ રાજેશ દ્વિવેદી કોર્ટમાં હાજર રહેતા દલીલ કરી હતી કે સાંસદના સસ્પેન્શનને વિશેષ સત્રથી આગળ વધારી શકાય નહીં. જેમાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે, શું તપાસ બાકી હોય એવા સાંસદને સસ્પેન્ડ કરવાનું કોઈ વ્યાજબી છે?

16 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આ મામલે પ્રથમ સુનાવણી હાથ ધરતા રાજ્યસભા સચિવાલયને જવાબ દાખલ કરવા કહ્યું હતું. આજે રાજ્યસભામાં જવાબ આપવામાં આવશે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આપ નેતા રાઘવ ચઢ્ઢા નકલી સહી ઉપરાંત ફાળવવામાં આવેલ સરકારી બંગલાને લઈને પણ વિવાદનો સામનો કરી રહ્યા છે. 3 માર્ચે, રાજ્યસભા સચિવાલયે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાના ટાઇપ-7 બંગલાની ફાળવણીને રદ કરીને બંગલો ખાલી કરવાની નોટિસ જારી કરી હતી. તેની સામે રાઘવ ચઢ્ઢા કોર્ટમાં પહોંચ્યા હતા. AAP સાંસદે કોર્ટને કહ્યું હતું કે તેમના સાંસદ તરીકેના કાર્યકાળમાં હજુ ચાર વર્ષથી વધુ સમય બાકી છે. આવી સ્થિતિમાં તેમને બંગલામાં રહેવાનો અધિકાર છે. 17 ઓક્ટોબરે દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને પુનઃસ્થાપિત કર્યો જેમાં રાજ્યસભા સચિવાલયની કાર્યવાહી પરનો વચગાળાનો સ્ટે હટાવતા સચિવાલયને રાઘવને બંગલો ખાલી ન કરવા માટે નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ આપ નેતાની વચગાળાની રાહત માટેની અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી આ સ્ટે અમલમાં રહેશે.


whatsapp ad White Font big size 2 4 AAP નેતા રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શનની સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી, નકલી સહી કરવાનો હતો આરોપ


આ પણ વાંચો : Odisha/ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ ઓડિશાના રાજ્યપાલ તરીકે શપથ લેશે

આ પણ વાંચો : PM Modi/ આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસેઃ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે

આ પણ વાંચો : Mantavya Exclusive/ નામોશીઃ બ્રિજના નિર્માણમાં નબળું બાંધકામ, મજબૂત ભ્રષ્ટાચાર