PM Modi/ આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસેઃ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31મી ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 30મી ઓક્ટોબરે સવારે આવ્યા પછી તરત જ અંબાજી મંદિરમાં પૂજાઅર્ચના કરશે અને દર્શન કરશે.

Top Stories Gujarat
Modi Gujarat આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસેઃ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31મી ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 30મી ઓક્ટોબરે સવારે આવ્યા પછી તરત જ અંબાજી મંદિરમાં પૂજાઅર્ચના કરશે અને દર્શન કરશે. તેના પછી બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવાના છે. તેના પછી તે આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણી કરશે, તેમને પુષ્પાંજલિ અર્પિત કરીને અને રાષ્ટ્રીય એક્તા દિવસ મનાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના વતન પ્રવાસમાં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ કરાવશે. તેઓ અંદાજે પાંચથી છ હજાર કરોડની વચ્ચેના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ગુજરાતમાં 5,941 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામ ખાતે યોજાશે.

પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવનારા વિવિધ કાર્યક્રમોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લેડવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે. ડભોડા ગામમાં સવારના 12 વાગ્યાથી વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિકાસકાર્યો અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ એમ કુલ સાત જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 યોજનાઓ છે. તેમાથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ પીએમ મોદી સોમવારનો આખો દિવસ પૂજા પછી લોકાર્પણમાં વીતાવશે.

તેના પછી તેઓ 31મી ઓક્ટોબરે સવારે આઠ વાગ્યાની આસપાસ કેવડિયાની મુલાકાત લેશે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પિત કરશે. તેના પછી ત્યાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. તેના પછી તેઓ સવારે સાડા અગિયાર વાગી આરંભમાંકોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધશે. તેઓ ત્યાં રાષ્ટ્રીય એક્તા પરેડનું નિરીક્ષણ કરશે. આ પરેડમાં ભારતના 250થી વધુ રાજ્યોના એનસીસી કેન્ડિડેટસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. આ ઉપરાંત પીએમ મોદીના અધ્યક્ષપદ હેઠળ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પણ મળવાની છે.


whatsapp ad White Font big size 2 4 આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસેઃ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે


આ પણ વાંચોઃ Andhra Train Accident/ આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, 12 ટ્રેનો રદ, 15 ડાયવર્ટ, વળતરની કરાઈ જાહેરાત

આ પણ વાંચોઃ Train Accident/ આંધ્રપ્રદેશ રેલવે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત

આ પણ વાંચોઃ Israel Hamas War/ રશિયાના એરપોર્ટ પર ભીડે હુમલો કર્યો, અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા, ઇઝરાયલની અપીલ – યહૂદીઓની રક્ષા કરો