જન્મદિવસ/ ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરને તેમના વતન રાજ્ય ગુજરાતે અનેકવિધ સેવા કામો અને વિકાસ કાર્યોની શૃંખલાથી સેવા સમર્પિત દિવસ તરીકે મનાવ્યો હતો

Top Stories Gujarat
1 77 ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવા દિવસ તરીકે સમર્પિત

વિશ્વના લોકપ્રિય નેતા અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરને તેમના વતન રાજ્ય ગુજરાતે અનેકવિધ સેવા કામો અને વિકાસ કાર્યોની શૃંખલાથી સેવા સમર્પિત દિવસ તરીકે મનાવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો રાજ્યના 33 જિલ્લાઓમાં આવા સેવા સમર્પિત કાર્યક્રમો દરમિયાન જનસમૂહના ઉલ્લાસ અને ઉમંગમાં સહભાગી થયા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણથી નારીશક્તિના સામર્થ્યને વધુ ઊજાગર કરવાની નેમ રાખેલી છે. માતા-બહેનો આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને એટલું જ નહિ ઘર પરિવારનો આર્થિક આધાર બને તેવા તેમના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે નક્કર કદમ ઉઠાવ્યું છે.

નાના વ્યવસાય, ગૃહ ઉદ્યોગ દ્વારા ઘર-પરિવારનું ગુજરાન ચલાવવામાં સહાયક થતી માતા-બહેનોના સ્વ-સહાય જૂથોને લોન સહાય આપવાનો ઉદાત્ત અભિગમ વડાપ્રધાનશ્રીના જન્મદિને રાજ્ય સરકારે ચરિતાર્થ કર્યો છે.દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા દીનદયાળ અંત્યોદય યોજના અન્વયે રાજ્યભરની ગ્રામીણ અને શહેરી વિસ્તારોની કુલ અઢી લાખથી વધુ માતા-બહેનોના 23,829 સ્વસહાય જુથોને એકજ દિવસમાં 306 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ સહાય વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ અવસરે અમદાવાદ મહાનગરના કુલ 50 કરોડ રૂપિયાના લોકાર્પણ -ખાતમુહૂર્તના કામોની ભેટ આપી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે સેવા સમર્પિત ભાવને સ્વાસ્થ્ય સાથે જોડીને શહેરમાં ઓક્સિજન પાર્કના નિર્માણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. ‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે આવા ઓક્સિજન પાર્કમાં 1લાખ 75 હજાર વૃક્ષો વાવીને ગ્રીન-ક્લિન એન્વાયરમેન્ટની શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ પાર પાડવાનો સફળ આયામ હાથ ધરાવાનો છે.

યુવાશક્તિના પ્રેરણાસ્ત્રોત અને યુવાશક્તિના સ્કીલ ડેવલપમેન્ટથી નયા ભારતના નિર્માણના પ્રણેતા વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટીવલનો પણ પ્રારંભ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે.આગામી 15 ઓક્ટોબર-2022 સુધી એટલે કે, 28 દિવસ આ ફેસ્ટીવલમાં રાજ્યભરની ૧૭પ કોલેજીસ અને વિવિધ યુનિવર્સિટીમાં યોજાશે તથા યુવા સ્ટાર્ટઅપના ઇનોવેશન એન્ડ રિસર્ચને પ્લેટફોર્મ પુરૂં પાડશે.વડાપ્રધાને યુવાઓના સામર્થ્યને, તેમનામાં પડેલી શોધ-સંશોધન શક્તિને યોગ્ય તક આપી ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક આધાર આપવાનો અભિગમ અપનાવ્યો છે.

આ અભિગમને વધુ વેગ આપવા ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એકજ દિવસમાં 1419 હોનહાર યુવા વિદ્યાર્થીઓને કુલ રૂ. 10.11 કરોડની સહાય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આપવામાં આવી છે.પી.એચ.ડી જેવા ઉચ્ચ સંશોધન અભ્યાસ કરતા 930 છાત્રોને ‘શોધ’ અન્વયે કુલ રૂ. 1.9 કરોડ વડાપ્રધાનના જન્મદિવસે અપાયા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાનો જે અભિગમ અપનાવ્યો છે તેને ગુજરાતે SSIP 2.0 પોલિસીથી વધુ વેગવંતો કર્યો છે.નરેન્દ્રભાઇના જન્મદિવસે 17મીસપ્ટેમ્બર શનિવારે 20 જેટલી કોલેજ અને યુનિવર્સિટીઝને રૂ. 3.12મકરોડની રકમ ફાળવવામાં આવી છે.વડાપ્રધાનશ્રીના પૈતૃક નગર વડનગરથી તેમની વૈશ્વિક નેતા સુધીની સફળ યાાત્રા તથા તેમના જીવન-કવન આધારિત ચિત્ર પ્રદર્શન પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.