Not Set/ LRD વિવાદ/ બેઠકોની ધમધમાટ વચ્ચે આજે સરકાર કોઇ ખાસ નિર્ણય લે તેવી સંભાવનાઓ

LRD વિવાદ મામલે એકબાજુ બેઠકોનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગત મધરાતે ભાજપ નેતા વરૂણ પટેલ, પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણી સેના પ્રમુખ રાજ શેખાવત સહિત અગ્રણીઓ દ્વારા પણ બેઠકો યોજાઇ હતી. સરકાર સાથે મંત્રણા મુદ્દે પણ એકબાજુ મધ્યસ્થી બનેલા ભાજપ નેતા વરુણ પટેલે જણાવ્યું કે સરકાર આ મામલે સંવેદનશીલ […]

Top Stories Gujarat
ANDOLAN 1 LRD વિવાદ/ બેઠકોની ધમધમાટ વચ્ચે આજે સરકાર કોઇ ખાસ નિર્ણય લે તેવી સંભાવનાઓ

LRD વિવાદ મામલે એકબાજુ બેઠકોનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગત મધરાતે ભાજપ નેતા વરૂણ પટેલ, પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણી સેના પ્રમુખ રાજ શેખાવત સહિત અગ્રણીઓ દ્વારા પણ બેઠકો યોજાઇ હતી.

સરકાર સાથે મંત્રણા મુદ્દે પણ એકબાજુ મધ્યસ્થી બનેલા ભાજપ નેતા વરુણ પટેલે જણાવ્યું કે સરકાર આ મામલે સંવેદનશીલ છે અને દિકરીઓને કયાંય અન્યાય ના થાય તે પ્રમાણે સરકાર નિર્ણય લેશે તો બીજી બાજુ દિનેશ બાંભણિયા અને રાજ શેખાવત દ્વારા પણ બેઠકો યથાવત રીતે યોજાઇ હોવાની જાણકારી અપાઇ હતી. જો કે આ તમામ બાબતોની વચ્ચે આજે સાંજ સુધીમાં ફરીથી બેઠક બાદ સત્તાવાર રીતે નિર્ણય લેવાય તેવી શકયતા વ્યકત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.

શું છે 1 ઓગષ્ટ 2018 નો પરિપત્ર
1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.