પાવગઢઃ આજે દેશભરમાં લોકો ગણપતિ દાદાને વિદાય આપી રહ્યા છે. જેટલા ભાવ સાથે દાદાનું વેલકમ કર્યું હતું, તેનાથી પણ વધારે દુઃખ સાથે આજે દાદાની વિદાય લોકો કરી રહ્યા છે.
દસ દિવસ સુધી બાપ્પાને રંગચંગે પૂજી, આરાધના કરી ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ઊજવ્યો. આજે અંતિમ દિવસે ગુજરાતભરમાં લોકો ગણેશ વિસર્જન કરી રહ્યા છે. ત્યારે પાવગઢમાં વડા તળાવ ખાતે ક્રેન ઉંધી પડતાં 5 લોકોને ગંભીર ઈજા થઇ છે.