Not Set/ ભારે વરસાદને કારણે શાકભાજી ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદના કારણે શાકને ભારે નુકશાન પહોંચ્યું છે. સાથે જ પરપ્રાંતમાંથી આવતી શાકભાજીની આવક ઘટતા પણ ભાવને અસર થઇ છે.

Gujarat Others
Untitled 380 ભારે વરસાદને કારણે શાકભાજી ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો

રાજય માં એક તરફ  વરસાદ સતત  વરસતો જોવા મળી રહ્યો છે  જેને પગલે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધ્યા હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. વરસાદને કારણે ગવાર, ચોરી, ભીંડા, દૂધી, રીંગણ, કોથમીર અને ફુલાવરના શાકભાજીના પાકને ભારે અસર થઇ છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે .

આ પણ વાંચો : દેશમાં એપ્રિલ થી જૂન સુધી રોજગારીનો દર વધીને 29 ટકા થયો

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદના કારણે શાકને ભારે નુકશાન પહોંચ્યું છે. સાથે જ પરપ્રાંતમાંથી આવતી શાકભાજીની આવક ઘટતા પણ ભાવને અસર થઇ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે 50 થી 60 ટકા શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદને કારણે શાકભાજીના પાકને 50 થી 60 ટકા નુકશાન થયું છે. અને ચોમાસામાં શાકભાજીના સમયે પુષ્કળ વરસાદ પડતાં પાકને નુકશાન થતા ભાવ વધ્યો હોવાનું વેપારી જણાવી રહ્યાં છે. સાથે જ વરસાદ ઘટે તો નવો પાક આવે અને ભાવ ઘટે તેવું પણ વેપારી જણાવે છે. અને, આગામી 2 મહિના સુધી ભાવ ઘટવાની શકયતા ઓછી હોવાનું  જાણવા મળી રહ્યું છે .

આ પણ વાંચો : ગોંડલમાં રીક્ષા તો જામજોધપુરમાં બળદગાળા સાથે ખેડૂત તણાયો

શાકભાજીને લઈને સરકાર ધ્યાન આપે અને ભાવ ઘટાડવા ગૃહિણીએ માંગ કરી છે. જો વરસાદની સ્થિતિ હજુ આમને આમ રહીં તો આગામી દિવસોમાં બજારમાં શાકભાજીની અછત વર્તાવાની સંભાવના દેખાઇ રહી છે. જેને પગલે હજું પણ શાકભાજીના ભાવ વધે તેવી વેપારીઓ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. સતત વરસાદને કારણે ખેતરમાં શાકભાજીનો પાક જોઇએ તેવો ઉતરી રહ્યો નથી.

આ પણ વાંચો ;વરસાદી પાણીના નિકાલની નથી કોઈ વ્યવસ્થા, પ્રિ મોન્સૂન પ્લાન ગયો પાણીમાં