CM Bhupendra patel-Tapi/ CM ભુપેન્દ્ર પટેલ તાપીના ગ્રામીણ વિસ્તારોની મુલાકાતેઃ કુકરમુડા આઇટીઆઇની મુલાકાત લીધી

છેવાડાના માનવી સુધી વિકાસના સુફળ પહોચાડવાની નેમ અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામની મુલાકાત લીધી હતી.

Top Stories Gujarat Surat
CM Adijati 3 1 CM ભુપેન્દ્ર પટેલ તાપીના ગ્રામીણ વિસ્તારોની મુલાકાતેઃ કુકરમુડા આઇટીઆઇની મુલાકાત લીધી
  • ક્ષયના દર્દીને ન્યુટ્રિશન કિટ અર્પણ કરતા સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • સરહદી ગામ તોરંદા ખાતે નિર્મિત અમૃત સરોવરની મુલાકાત લેતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

છેવાડાના માનવી સુધી વિકાસના સુફળ પહોચાડવાની નેમ CM Bhupendra patel અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામની મુલાકાત લીધી હતી. લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈને ગ્રામજનોમાં ઉત્સાહનો મહાસાગર છલકાયો હતો. નર્મદા જિલ્લાના આદિવાસી પરિવારની સાથે રાત્રિરોકાણ અને ગ્રામસભા યોજીને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાપી જિલ્લાના મહેમાન બન્યા છે.
મહારાષ્ટ્ર રાજ્યની સરહદે સાતપુડાના પર્વતોની હારમાળા CM Bhupendra patel વચ્ચે આવેલા કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા ગામે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે આવી પહોંચ્યા ત્યારે, ગ્રામીણજનો, વહીવટી તંત્રના અધિકારીઓ, અને સ્થાનિક પદાધિકારીઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત, અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અહીં વિવિધ વિકાસના કામો તથા ગ્રામીણ સરકારી સેવા સંસ્થાઓની જાત મુલાકાત લઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ડાબરીઆંબા ગામે પહેલવહેલી વાર આવેલા જોઈને સ્થાનિક ગ્રામજનો ખુશ ખુશાલ બન્યા હતા. ગામજનોએ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ડાબરીઆંબા ગામે કાર્યરત દુધ મંડળી, આંગણવાડી કેન્દ્ર સહિત પ્રાથમિક શાળાની મુલાકાત લઇ, ત્યાની સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે ડાબરીઆંબા CM Bhupendra patel એસએમસી કમિટી સાથે સંવાદ સાધી શિક્ષણની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ શાળામાં વધુ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે કમિટીની રજૂઆતનો સ્વીકાર કરી ટૂંક સમયમા સુવિધા આપવાનું આશ્વાસન આપ્યું હતું.
આ ઉપરાંત ગ્રામવાસીઓને ગામમાં સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે છે કે કેમ તે અંગે પણ મુખ્યમંત્રીશ્રીએ પૂછપરછ કરી હતી. ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રી સાથે સીધો સંવાદ કરી પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેને મુખ્યમંત્રીશ્રીએ શાંતિપૂર્વક સાંભળી, તાપી જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન સાથે વિશેષ સૂચનાઓ આપી હતી.
સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડાબરીઆંબા બાદ CM Bhupendra patelકુકરમુંડા તાલુકાના ગંગથા ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરતા ‘પ્રધાનમંત્રી ટીબીમુક્ત ભારત અભિયાન’ અંતર્ગત તાપીના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા દ્વારા દત્તક લેવાયેલા ૨૬ જેટલા ટીબીના દર્દીઓ પૈકી ઉપસ્થિત દર્દીને ન્યુટ્રિશન કિટનું વિતરણ કર્યું હતું. અહીં તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો હતો. તેમણે ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો, સાધન સામગ્રી, આરોગ્ય વિભાગનો સ્ટાફ જેવી બાબતોની સૂક્ષ્મ જાણકારી મેળવી, આરોગ્ય કેન્દ્રના તમામ વિભાગો અને તેમાં દાખલ દર્દીઓની પણ મુલાકાત લીધી હતી. દર્દીઓ સહિત સ્થાનિક નાગરિકો પાસેથી ઉપલબ્ધ સેવાઓ અંગેના અભિપ્રાય મેળવવા સાથે, તમામ ગ્રામજનો પાસે ‘પીએમજય કાર્ડ’ છે કે નહી તે પણ સુનિશ્વિત કર્યું હતું.
યુવાનોને રોજગારીની પૂરતી તકો મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જેના ભાગરૂપે જિલ્લાઓમાં વિવિધ અદ્યતન કોલેજોના માધ્યમ થકી યુવાઓને ભણવા અને કારકિર્દી બનાવવાની સમાન તક મળે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. આ વેળાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. ૬ કરોડના ખર્ચે કુકરમુંડા તાલુકા ખાતે નિર્માણાધીન આઇ.ટી.આઇ.ની મુલાકાત લીધી હતી. CM Bhupendra patel અહીં તેમણે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા મટીરીયલની ચકાસણી કરી, કામગીરીમાં ગુણવત્તા જળવાઇ રહે તેની તકેદારી રાખવા સંબંધિત વિભાગને જણાવ્યું હતું. તેમણે આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી સાથે ચર્ચા કરી, આ આઇ.ટી.આઇ.ના નિર્માણથી સ્થાનિક વિદ્યાર્થીઓને થનાર લાભ અંગે જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદી ગામ તોરંદાની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સુજલામ સુફલામ યોજના હેઠળ નિર્માણ પામેલા અમૃત્ત સરોવરને નિહાળ્યું હતું અને ગ્રામજનો, અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ અમૃત સરોવરના નિર્માણથી થનારા સંગ્રહિત પાણીથી મળનારા લાભો વિશે ચર્ચા કરવામાં આવી હતી. તોરંદા ખાતેના અમૃત સરોવરનો વિસ્તાર 1.10 એકર છે, જે 2.50 મીટર ઉંડાઇ તથા 7.19 મિલિયન ઘન ફુટ સંગ્રહ ક્ષમતા ધરાવે છે. જેના થકી 15 હેકટર જમીનને પ્રત્યક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી વિશ્વાસભાઈ મગનભાઈ પાડવીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની પણ મુલાકાત લઈને ખેડૂત પાસેથી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો સાંભળ્યા હતા. વિશ્વાસભાઈએ બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર અને દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ અને તેના ફાયદાઓથી મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. રસાયણમુક્ત ખેતી પસંદ કરી અન્ય ખેડૂતોને પ્રેરિત કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Tomato/ ખેડૂતની મહેનત પર ચોરોએ લણી લીધુઃ મોંઘાદાટ ટામેટાની ખેતરમાંથી ચોરી

આ પણ વાંચોઃ SVPI Airport/ SVPI એરપોર્ટની ઊંચી ઉડાનઃ એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોનું હેન્ડલિંગ

આ પણ વાંચોઃ Employment-Gujarat/ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ

આ પણ વાંચોઃ સુરત પોલીસ નવતર પ્રયોગ/ ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતના એક બ્રિજ પર બનાવવામાં આવી ટ્રાફિક ચોકી

આ પણ વાંચોઃ CM-Adijati/ સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ