Employment-Gujarat/ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ

રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ 2002થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે. જે અનુક્રમને ગુજરાતે આ વર્ષે પણ જાળવી રાખ્યો છે.

Top Stories Gujarat
રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ

• ગુજરાતે વર્ષ 2022માં દેશના 43 ટકા એટલે કે 2.74 લાખ યુવાઓને રોજગારી પૂરી પાડી, 7000થી વધુ ભરતીમેળા
• અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિના યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ, પાંચ વર્ષમાં 15 લાખથી વધુને રોજગારી
• અનુસૂચિત જાતિના 58 ટકા એટલે કે 22,600 ઉમેદવારોને ગુજરાતમાં રોજગારી મળી
• અનુસૂચિત જનજાતિના 86 ટકા એટલે કે 19,100 ઉમેદવારોને ગુજરાતે રોજગારી પૂરી પાડી
• મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં દ્વિતીય

ગુજરાતે અનેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશના અન્ય રાજ્યોને હરહંમેશ Employment-Gujarat પ્રેરણા આપી છે. તાજેતરમાં જ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ 2002થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે. જે અનુક્રમને ગુજરાતે આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’ મુજબ વર્ષ 2022 દરમિયાન રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી એકવાર પ્રથમ ક્રમે આવ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
મંત્રી શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના યુવાધનને યોગ્ય Employment-Gujarat રોજગારી મળી મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી રોજગાર મેળા સહિતના અનેક પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે જ આજે ગુજરાત રોજગારી પૂરી પાડવામાં સતત અવ્વલ રહ્યું છે. વર્ષ 2018-19થી ૨૦૨૨-૨૩ દરમિયાન ૫ વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા ૧૫ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ સમયગાળામાં ૭ હજારથી વધુ ભરતીમેળાના આયોજન થકી જ રાજ્યના આશરે આઠ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે.
આટલું જ નહિ, ગુજરાતના યુવાનોને રોજગારીની તકો આપવા Employment-Gujarat તેમજ નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ ઓનલાઈન વ્યવસ્થાથી પૂરી પડવાના હેતુ સાથે રાજ્ય સરકારે નવતર પહેલના ભાગરૂપે “અનુબંધમ” વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવી છે. આજે આ વેબપોર્ટલ નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહી છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

દેશની 43 ટકા રોજગારી ગુજરાતે પૂરી પાડી
‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’માં જણાવ્યા અનુસાર વર્ષ 2022માં દેશભરના રાજ્યો દ્વારા કુલ 6,44,600 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જેના 43 ટકા એટલે કે 2,74,800 જેટલા યુવાનોને ગુજરાતે રોજગારી પૂરી પાડી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ખાલી પડેલી 13,67,600  જેટલી જગ્યાઓની નોંધણી કરવામાં આવી છે, જેની સામે ગુજરાત 3,59,900 ખાલી જગ્યાઓની નોંધણી સાથે દેશમાં બીજા ક્રમે છે.

અનુ. જાતિ અને અનુ. જનજાતિના યુવાનોને રોજગારી આપવામાં પણ ગુજરાત પ્રથમ
ગત માર્ચ-2023માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દર્શાવ્યા અનુસાર Employment-Gujarat ગુજરાત અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં પણ દેશમાં પ્રથમ છે. ભારતમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન અનુસૂચિત જાતિના 38,700 યુવાનોને રોજગારી આપવામાં આવી, જેની સામે ગુજરાતમાં તેના ૫૮ ટકા એટલે કે, ૨૨,૬૦૦ અનુસૂચિત જાતિના યુવાનોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં અનુસૂચિત જનજાતિના 22,000 ઉમેદવારોને વર્ષ ૨૦૨૨માં નોકરી મળી, તેના 86 ટકા એટલે કે 19,100 અનુ. જનજાતિના યુવાનોને ગુજરાતમાં રોજગારી અપાઈ છે.

મહિલાઓને રોજગારી આપવામાં ગુજરાત બીજા ક્રમે
ગુજરાત રાજ્ય માત્ર પુરુષોને જ નહિ, મહિલાઓને પણ Employment-Gujarat આજે રોજગારીની સમાન તકો પૂરી પાડી રહ્યું છે. અહેવાલ અનુસાર ગુજરાત રાજ્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ભારતભરમાં વર્ષ 2022 દરમિયાન કુલ 1,22,700 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે, જેની સામે ગુજરાત દ્વારા 45,800 એટલે કે 37 ટકા જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત રોજગારવાન્છું મહિલાઓની નામ નોંધણીમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ આવ્યું છે. સમગ્ર ભારતમાં થયેલી આઠ ટકા મહિલાઓની નામ નોંધણીમાં ગુજરાતનો ફાળો 75 ટકા જેટલો છે.

 

આ પણ વાંચોઃ CM-Adijati/ સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવારના દાવાથી ખળભળાટ

આ પણ વાંચોઃ Anand-Heavyrain/ ત્રણ ઇંચ વરસાદમાં આણંદના માર્ગો બન્યા જળમાર્ગ

આ પણ વાંચોઃ Gujarat High Court/ ગુજરાત નવા ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી