ભત્રીજો અજિત પવાર કાકા શરદ પવારને NCP-Ajit Pawar એક પછી એક આંચકા આપી રહ્યો છે. તેણે કહ્યું હતું કે એનસીપીનો અધ્યક્ષ જ હું છું, મારા કાકા શરદ પવાર નથી. તેથી જે પણ નિર્ણય હશે તે મારો ચાલશે. વિધાનસભ્યોએ જ મને એનસીપીના વડા તરીકે પસંદ કર્યો છે. ફક્ત આટલું જ નથી, એનસીપીના વડા તરીકેનો મારો પત્ર મેં ચૂંટણીપંચને 30મી જૂનના રોજ પણ મોકલી દીધો છે.
આમ શરદ પવારને હવેથી એનસીપીના વડા NCP-Ajit Pawar તરીકેનો કોઈ અધિકાર નથી. પક્ષના બંધારણ મુજબ પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બહુમતીથી મને ચૂંટ્યો છે. તેઓના સમર્થનપત્ર પણ મારી પાસે છે. તેથી પક્ષપલટા વિરોધી કોઈ જોગવાઈ મને લાગુ કેવી રીતે પડી શકે. અજિત પવારના આ દાવે શરદ પવારને સ્તબ્ધ કરી દીધા છે. આમ અજિત પવાર આ વખતે ગયા વખતની ભૂલમાંથી બરોબર શીખ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની કટોકટી NCP-Ajit Pawar એક મોટો વળાંક સાબિત થયો છે. અજિત પવારે માત્ર એનસીપીને જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે. કારણ કે અજિત પવારના એક નિર્ણયથી શરદ પવારની ઊંઘ હરામ થઈ ગઈ છે, તો બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથમાં ખળભળાટ મચી ગયો છે અને ભાજપે પણ પોતાની ભાવિ રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે એક નિર્ણયે ચારેય બાજુ તેની અસર વરતાવી છે.
શરદ પવારે પોતાના સંબોધનમાં કહ્યું કે શિવસેના NCP-Ajit Pawar સાથે જે થયું તે એનસીપી સાથે થયું. મનમાં કંઈ હોય તો અજીત મારી સાથે વાત કરી શકે. તેના વિશે સાંભળીને અફસોસ થયો. હવે જો શરદ પવારના નિવેદનનું વિશ્લેષ્ણ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે તેઓ એ વાતને લઇ દુખી છે કે, તેમની સાથે આવું કેમ થયું. તેઓએ પોતાની સરખામણી શિવસેના સાથે પણ કરી હતી, જેનો અર્થ એ થાય છે કે અજિતની એક રમતથી તેમના દિલને ઠેસ પહોંચી છે. આ દરમિયાન શરદ પવાર આવતીકાલે દિલ્હીમાં બપોરે 3 વાગ્યે તેમની NCP કેમ્પની બીજી મોટી બેઠક યોજવાના છે. આ રાષ્ટ્રીય પરિષદની બેઠક છે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કોઇ પ્લાન-બી પર કામ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Anand-Heavyrain/ ત્રણ ઇંચ વરસાદમાં આણંદના માર્ગો બન્યા જળમાર્ગ
આ પણ વાંચોઃ Gujarat High Court/ ગુજરાત નવા ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ
આ પણ વાંચોઃ Nadiad Rain/ નડિયાદમાં કાર ગરનાળામાં ફસાઈઃ છત પર બેઠેલો ડ્રાઇવર માંડ-માંડ બચ્યો
આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃ Heavy Rain/ કેરળમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્તઃ બિહારમાં વીજળી પડતા 15થી વધુના મોત
