કશ્મીરમાં હિમસ્ખલનમાં ૩જવાનો ગુમ થઈ ગયા છે તેવી ખબર હાલ મળી રહી છે. જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી.

નોર્થ કાશ્મીરના બાંદીપોરના ગુરેજ સેક્ટરમાં હાલ થયેલા હિમસ્ખલનમાં ૩ જવાનો લાપતા થયા છે, ગુરેજમાં 5 ફૂટ ફરબ પડ્યો છે અને હાલ હિમવર્ષા ચાલુ છે.

બીજી ખબર એ છે કે, નૌગામ સેક્ટરથી આવી છે જ્યાં ભૂસ્ખલનથી બે જવાનો લાપતા થયા છે. હાલ આ જવાનોને શોધવાની કામગીરી ચાલુ છે. જાન્યુઆરીમાં ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલનમાં સેનાના ૧૫ જવાનો શહીદ થયા હતાં.
