નવી દિલ્હી,
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાને કારણે ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યો હતો, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા હવે થોડી ઘણી રાહત આપતા ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Excise duty to be reduced by Rs.1.50 & OMCs will absorb 1 rupee. So, a total of Rs.2.50 will be reduced on both diesel and petrol: Finance Minister Arun Jaitley pic.twitter.com/sV4eZwmKEw
— ANI (@ANI) October 4, 2018
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, “આજે મળેલી બેઠકમાં અમે નક્કી કર્યું હતું કે, ગ્રાહકોને રાહત આપવા માટે રેવેન્યુ ડીપાર્ટમેન્ટ ૩ ભાગમાં વહેચવામાં આવશે. આ પ્રમાણે એક્સાઈઝ ડ્યુટી ૧.૫૦ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે તેમજ ઓઈલ માર્કેટિંગ કંપની (OMC)ઓ દ્વારા ૧ રૂપિયો ઘટાડવામાં આવશે”.
We are writing to the state govts that as the central govt is cutting Rs 2.50 on both petrol & diesel, they do the same: FM Arun Jaitley pic.twitter.com/7QQ6TFrsnJ
— ANI (@ANI) October 4, 2018
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે સરકાર તરફથી ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલમાં તરત જ ૨.૫૦ રૂપિયાની રાહત આપીશું. આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્યોને પણ આટલા પ્રમાણમાં જ ક્રુડના ભાવ ઘટાડવા માટે અનુરોધ કરાયો છે, જેથી ગ્રાહકોને કુલ ૫ રૂપિયા સુધીની રાહત મળી શકે”.
Rs 10,500 Crore will be the impact of excise duty cut this year: FM Arun Jaitley pic.twitter.com/GChrYo8zlp
— ANI (@ANI) October 4, 2018
અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાને કારણે આ વર્ષે રેવેન્યુમાં ૧૦,૫૦૦ રૂપિયાનો પ્રભાવ પડશે.
#WATCH Finance Minister Arun Jaitley briefs the media in Delhi https://t.co/AYU7yA9njp
— ANI (@ANI) October 4, 2018
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા અંગે તેઓએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલા દબાવને જોતા તેલની કિંમતો વધી રહી છે તેમજ અમેરિકી નીતિઓના કારણે દુનિયાભરમાં અસર વર્તાઈ રહી છે”.
સાથે સાથે નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, “અમેરિકા દ્વારા ઈન્ટરેસ્ટ વધારવામાં આવ્યો છે, જેની વ્યાપક અસર બજાર પર પડી છે. બજાર અબે કરન્સીમાં ભારે વધારો અને ઘટાડો થઇ રહ્યો છે. આ માટે ઘણા પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે તેમજ ઓઈલની આયાત પર અંકુશ લગાવવામાં માટે પણ પ્રયાસો કરાયા છે”.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત પહોચી ૮૪ રૂપિયા સુધી
મહત્વનું છે કે, શુક્રવારે રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલમાં થયેલી ૧૫ પૈસાની વૃદ્ધિ બાદ ૮૪ રૂપિયા જયારે ડીઝલમાં થયેલી ૨૦ પૈસાની વૃદ્ધિ બાદ ૭૫.૪૫ રૂપિયે પ્રતિ લીટર તેમજ મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૧૪ પૈસાના થયેલા બાદ ૯૧.૩૪ રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોચ્યું છે, ડીઝલમાં ૨૧ પૈસાના વધારા સાથે ૮૦.૧૦ રૂપિયે પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
