સુરેન્દ્રનગરમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની જાહેરસભા દરમ્યાન એક દુર્ઘટના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં જાહેરસભાનો મંડપ ઉડી જતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલને ઇજા થઇ હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી 9 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂટણી માટે હાલ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂટણી પ્રચાર ધમધોકાર ચાલી રહ્યુ છે. વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ચૂટણી પ્રચારમાં જોડાયા છે ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ચૂટણી પ્રચારાર્થે બોલાવાયા છે. તેઓ સુરેન્દ્રનગરમાં જ્યારે હેલીકોપ્ટરથી સભાસ્થળે પહોંચ્યા તો તેમનો હેલીકોપ્ટર સભા મંડપની ઉપરથી જ ઉડીને સભા સ્થળે ઊતર્યો હતો. આ દરમ્યાન હેલીકોપ્ટરની તેજ હવાથી સભાનો મંડપ ઉડી ગયો હતો, ભાજપના જિલ્લા પ્રમુખ દિલીપ પટેલ આ વખતે મંચ પર હાજર હતા તેથી તેમને હાથમાં ઇજા થઇ હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Not Set/
સુરેન્દ્રનગરમાં યોગી આદિત્યનાથની જાહેરસભામાં સર્જાઇ દુર્ઘટના -જીલ્લા પ્રમુખને ઈજા
સુરેન્દ્રનગરમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની જાહેરસભા દરમ્યાન એક દુર્ઘટના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં જાહેરસભાનો મંડપ ઉડી જતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલને ઇજા થઇ હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી 9 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂટણી માટે હાલ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂટણી પ્રચાર ધમધોકાર ચાલી રહ્યુ છે. […]
