Nadiad Rain/ નડિયાદમાં કાર ગરનાળામાં ફસાઈઃ છત પર બેઠેલો ડ્રાઇવર માંડ-માંડ બચ્યો

ત્રણ ઇંચ વરસાદમાં નડિયાદ પાણી-પાણી થઈ ગયુ હતુ. નડિયાદમાં શ્રેયસ રેલ્વે ગરનાળામાં પાણી ભરાયું હતું, તેમાથી કાર કાઢવાનો પ્રયાસ અમદાવાદથી ગાડી લઈ આવનારા ડ્રાઇવરને ભારે પડ્વયો હતો. ગરનાળામાં પાણી ફસાઈ જતા કારચાલક છત પર બેસી ગયો હતો.

Top Stories Gujarat
Nadiad Rain 1 નડિયાદમાં કાર ગરનાળામાં ફસાઈઃ છત પર બેઠેલો ડ્રાઇવર માંડ-માંડ બચ્યો

ત્રણ ઇંચ વરસાદમાં નડિયાદ પાણી-પાણી થઈ Nadiad Rain ગયુ હતુ. નડિયાદમાં શ્રેયસ રેલ્વે ગરનાળામાં પાણી ભરાયું હતું, તેમાથી કાર કાઢવાનો પ્રયાસ અમદાવાદથી ગાડી લઈ આવનારા ડ્રાઇવરને ભારે પડ્વયો હતો. ગરનાળામાં પાણી ફસાઈ જતા કારચાલક છત પર બેસી ગયો હતો. વરસાદનું પાણી કારમાં બેસેલા ચારમાંથી ત્રણ લોકો સહીસલામત બહાર નીકળી ગયા હતા જ્યારે કારનો ચાલક કારમાં જ ફસાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ નડીયાદ ફાયર વિભાગને કરાતા Nadiad Rain ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવર કારને દોરડા વડે સહીસલામત બહાર કાઢ્યા. મહત્વનું છે કે, નડીયાદમાં ચાર ગરનાળા છે. અને તમામ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે. લોકો પણ જાણતા અજાણતા આ ગરનાળામા પાણી ભરાયા હોવા છતા વાહન લઈ પસાર થવાની કોશીશ કરે છે અને પોતાનો જીવ જોખમમા મુકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડા તથા Nadiad Rain આણંદ જીલ્લામા મોડી રાતે ભારે વરસાદ વરસ્યો. મોડી રાતથી વહેલી સવાર સુધી નડીયાદમાં લગભગ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાઈ ગયા..

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી Nadiad Rain એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આણંદમાં મોડી રાતથી જ મુસળધાર વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ જ ગરનાળામાં થોડા દિવસો પહેલા કોલેજ બસ ફસાતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા હતા. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં આ બસ પસાર થઈ રહી હતી. કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા. ત્યારે આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું બચાવાયા હતા.

 

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ Heavy Rain/ કેરળમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્તઃ બિહારમાં વીજળી પડતા 15થી વધુના મોત

આ પણ વાંચોઃ Mexico Accident/ મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 29ના મોત

આ પણ વાંચોઃ આતંકવાદી/ કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના મોતનો દાવો! ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ

આ પણ વાંચોઃ Uniform Civil Code/ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ UCCનો કર્યો ખુલ્લેઆમ વિરોધ,લો કમિશનને આપ્યો જવાબ