દેશમાં તાજેતરમાં જ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરાઇ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સામેલ છે. ગુજરાતમાંથી પણ ઘણાં વરિષ્ઠ નેતાઓનો ભાજપની રાષ્ટ્રીય કોરોબારીમાં સમાવેશ કરાયો છે. જેમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. તદુપરાંત કાયમી આમંત્રિત તરીકે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય સાંસદ ભારતી બહેન શિયાળ અને રમીલાબહેન બારાનો સમાવેશ કરાયો છે
એટલું જ નહીં આ સિવાય રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ સહિતના ઘણાં લોકોના નામ ભાજપની આ 80 સભ્યોની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાં સામેલ કરાયા છે.
બીજેપી રાષ્ટ્રીય કારોબારીમાં કુલ 309 સભ્યો જાહેર કરવામાં આવ્યાં છે. જો કે આ વખતે મેનકા ગાંધીનું નામ સામેલ નથી. રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને હર્ષવર્ધનનું નામ પણ સામેલ છે. આ સાથે આ યાદીમાં તમામ પદાધિકારીઓ, મોર્ચાના અધ્યક્ષ, તમામ પ્રવક્તા, તમામ પ્રદેશોના અધ્યક્ષોને પણ સામેલ કરવામાં આવ્યાં છે.