Political/ PM મોદીનાં શાસનને પૂર્ણ થયા 20 વર્ષ, જાણો ગુજરાતથી લઇને દેશનાં વિકાસ અંગેનાં મહત્વનાં નિર્ણય વિશે

ગુજરાતમાં વર્ષ-2001 થી શરૂ કરી આજે વર્ષ-2021માં દેશના સર્વોચ્ચસ્થાને સત્તાધીશ નરેન્દ્ર મોદીના શાસનના 20 વર્ષ 7 ઓક્ટોબરે પૂર્ણ થયા છે

Top Stories India
1 20 PM મોદીનાં શાસનને પૂર્ણ થયા 20 વર્ષ, જાણો ગુજરાતથી લઇને દેશનાં વિકાસ અંગેનાં મહત્વનાં નિર્ણય વિશે
  • નરેન્દ્ર મોદીના શાસનને  20 વર્ષ પૂર્ણ
  • મુખ્યમંત્રી થી વડાપ્રધાન સુધીની સફર
  • ગુજરાત થી દિલ્હી દરબાર સુધીની સફર
  • રાજ્ય અને દેશના હિતમાં અનેકવિધ નિર્ણય
  • સંગઠન થી સરકાર સુધીની સફર
  • સૌનો સાથ – સૌનો વિકાસ અને  સૌનો વિશ્વાસ
  • હવે વડાપ્રધાનની નજર વિશ્વગુરૂ તરફ
  • ભારતને વિશ્વગુરૂ બનાવવાનો સંકલ્પ
  • હાઇકમાન્ડે ગાંધીનગર નોકરી કરવા મોકલ્યો – મોદી
  • શિલાન્યાસ કરીએ તેના ઉદ્ઘાટન પણ કરવા જ જોઇએ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્થક કર્યો જીવનમંત્ર

આજથી 20 વર્ષ અગાઉ ગુજરાતની રાજગાદી સંભાળવા નવીદિલ્હી થી ગાંધીનગર આવ્યા એ જ નરેન્દ્ર મોદી આજે 20 વર્ષ પછી વડાપ્રધાન તરીકે દેશની શાસનધૂરા સંભાળી દેશની વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યાં છે. ગુજરાતમાં વર્ષ-2001 થી શરૂ કરી આજે વર્ષ-2021માં દેશના સર્વોચ્ચસ્થાને સત્તાધીશ નરેન્દ્ર મોદીના શાસનના 20 વર્ષ 7 ઓક્ટોબરે પૂર્ણ થયા છે..ત્યારે જોઇએ 20 વર્ષના શાસનનું રાજ્ય થી શરૂ કરી દેશની વિકાસયાત્રાના સરવૈયાનો આ અહેવાલ..

આ પણ વાંચો – Political / શું વરૂણ ગાંધીને લખીમપુર હિંસાનો Video શેર કરવુ ભારે પડ્યું? જાણો

તારીખ- 7 ઓક્ટોબર 2001 નો એ દિવસ..ભાજપ હાઇકમાન્ડે દિલ્હી થી નરેન્દ્ર મોદીને ગુજરાતનું સુકાન સંભાળવા મુખ્યમંત્રી તરીકે મોકલ્યા અને નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ કેબિનેટમાં નવ પ્રધાનોનો સમાવેશ કરી ગુજરાતનું સુકાન સંભાળ્યું. મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતાં નરેન્દ્ર મોદીએ પ્રથમ પત્રાકર પરિષદને ગાંધીનગર સચિવાલય બ્લોકનંબર-1 નવમામાળે આવેલાં કોન્ફરન્સહોલમાં સંબોધન કરી જણાવ્યું હતું કે જેના ખાતમૂહૂર્ત કરવામાં આવે તેના ઉદ્ગાટન પણ ખાતમૂહૂર્ત કરનારાના હસ્તે જ થવા જોઇએ આ ઉદ્ગગારથી તત્કાલીન મુખ્યપ્રધાને ગુજરાતને અને ખાસ કરીને વહીવટી અને સરકારી તંત્રને જે કાર્ય હાથમાં લઇએ તેને પૂર્ણ કરવાની જવાબદારી પણ આપણી જ હોવાનો સંદેશ આપ્યો હતો. આ મંત્રનું પાલન ખુદ નરેન્દ્ર મોદી આજે પણ ચુસ્ત રીતે કરી રહ્યાં છે.. વર્ષ-2001 થી 2014 સુધી રાજ્યની શાસનધૂરા સંભાળતાં ગુજરાતના હિતમાં અનેકવિધ નિર્ણય સાથે તેનો અમલ કરાવીને ગુજરાતને દેશના વિકાસમાં અગ્રસ્થાને મૂક્યું છે.

ગુજરાતવિકાસ અંગે મહત્વના નિર્ણય

-ગુજરાતમાં 24 કલાક વીજળી

-સાબરમતીરિવરફ્રન્ટ પ્રોજેક્ટ

-કન્યાકેળવણીને પ્રોત્સાહન

-108 એમ્બ્યુલન્સ સેવા

-વાઇબ્રન્ટ ગુજરાતનો અભિગમ

-ગિફ્ટસીટીનો પ્રોજેક્ટ

-સ્ટેચ્યુ ઓફ યુનિટી

– કોરોના નાબૂદી માટે રસીકરણ

ગુજરાતની આ સિદ્ધિ રાષ્ટ્રીય સ્તરે ગુંજી અને વર્ષ-2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સત્તાહસ્તગત કરી દેશનું સુકાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળ્યું અને તેઓ હવે દેશના વડાપ્રધાન બન્યા…વડાપ્રધાન તરીકે વર્ષ-2014 પછી લોકસભામાં વર્ષ-2019ની લોકસભામાં પણ સત્તા જાળવી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ મોદી-2 સરકારની રચના થઇ અને આજે તેમના જ નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આગેકૂચ કરી રહી છે. નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં નેતૃત્વ દરમિયાન પણ ગુજરાતની જેમ રાષ્ટ્રીયસ્તરે અનેકવિધ દેશના વિકાસ હેતુ અનેકવિધ નિર્ણય લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Political / PM મોદીએ 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમર્પિત કર્યુ ઓક્સિજન પ્લાન્ટ

દેશના વિકાસ અંગે મહત્વના નિર્ણય

-કાશ્મીર મુદ્દે 370 કલમ નાબૂદ

-ત્રિપલ તલ્લાક દૂર કરવા

-રામમંદિરનું નિર્માણ

-નોટબંધી

-પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક

-વન નેશન – વન ટેક્સ – જીએસટી

-સવર્ણોને અનામત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણય લેવામાં તેઓને ગુજરાતના જ સાથી અને રાજનીતિના ચાણક્ય અમિત શાહનું સંપૂર્ણ સમર્થન અને સહકાર મળ્યો સાથે ભાજપના સિનિયર અને યુવાનેતાની ટીમના સહકારથી સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ જીતી દેશની શાસનધૂરા આગળ વધારી રહ્યા છે. હવે આગામી સમયમાં વર્તમાન વડાપ્રધન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ભારતને વિશ્વગુરૂ બનાવવાનું સેવ્યું છે..તેને સફળ બનાવવા તરફ ભારતની આગેકૂચ જારી રાખી સ્વપ્ન સાકાર કરવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે..આજે 20 વર્ષના શાસન સમાપન સમયે નરેન્દ્ર મોદી નેતૃત્વની સમગ્ર ટીમને શુભેચંછા…