અમદાવાદ,
રાજ્યભરમાં બહુચર્ચિત બનેલા અમદાવાદ ગેંગરેપ કેસની પીડિતાએ કેરલા આક્ષેપો બાદ ઉચ્ચ પોલીસ અધિકારી જે. કે. ભટ્ટએ સ્વૈચ્છિક આ તપાસમાંથી દૂર થવાની માંગણી કરી હતી. જે અંગે પોલીસ કમિશનર એ.કે સિંઘે તેને સ્વીકારીને તેમના સ્થાને ઝોન-4 ના DCP શ્વેતા શ્રીમાળીને આ ચર્ચાસ્પદ કેસની તપાસ સોપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ સમક્ષ રડતાં-રડતાં ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ જેસીપી જે. કે. ભટ્ટના ખરાબ વર્તનની વાત રજૂ કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારી જે. કે. ભટ્ટની પૂછપરછ બાદ મને આત્મહત્યા કરવાનું વિચાર આવ્યો હતો.
ક્રાઈમ બ્રાંચના ચીફ જે.કે ભટ્ટે સ્વૈચ્છિક રીતે આ કેસમાંથી હટવાની અરજી કરી હતી. હવે આ સુપૂર્ણ કેસની તપાસ મહિલા DCP શ્વેતા શ્રીમાળીને સોપવામાં આવી છે. જે હવે શ્વેતા શ્રીમાળી દ્વારા પોલીસ કમિશનર એ.કે સિંઘના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવશે.
દુષ્કર્મની ફરિયાદ બદલવા માટે પણ દબાણ કરાયું હતું: પીડિતા
પ્રેસ કોન્ફરન્સમાં પીડિતાએ જણાવ્યું હતું કે, મને ગઇકાલે ક્રાઇમબ્રાન્ચમાં બોલાવવામાં આવી હતી અને મારી સાથે ખબર રીતે વર્તન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી જે. કે. ભટ્ટે ગંદી રીતે સવાલો કર્યા હતા. તેમણે સવાલ પૂછ્યો હતો કે, તારે શા માટે જવાની જરૂર હતી? મને સ્ટેટમેન્ટ બદલવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદ બદલવા માટે કહેવામાં આવ્યું હતું.
પીડિતાએ વધુમાં કહ્યું હતું કે, ભટ્ટે મને કહ્યું હતું કે, વૃષભ તો ગાય જેવો છે. તે આવું કાંઇ કરી જ ન શકે. દુષ્કર્મના સ્થાને ચિટીંગની ફરિયાદ લખાવવા કહેવાયું હતું. મને ક્રિમીનલ તરીકે ટ્રીટ કરવામાં આવી હતી અને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. જે. કે. ભટ્ટે અભદ્ર વર્તન કર્યું હતું. જે.કે. ભટ્ટની પૂછપરછ બાદ મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જે. કે. ભટ્ટ જેવા અધિકારીઓના લીધે પીડિત યુવતીઓ ફરિયાદ કરવા માટે બહાર આવતી નથી. ગુનેગારને બચાવવાના પ્રયાસ થઈ રહ્યો છે. આ કેસની નિષ્પક્ષ રીતે મહિલા અધિકારી થકી તપાસ થાય.