Not Set/ હરારે/ મિત્રને બચાવવા આ નાની બાળકીએ કર્યો મગર પર હુમલો, પછી જે થયુ…

પાણીમાં રહેલો મગર એકવાર પોતાના શિકારને દબોચી લે છે પછી તેને છોડાવવું લગભગ ના બરાબરી કહી શકાય. પરંતુ ઘણીવાર કોઇ એવો ચમત્કાર થઇ જતો હોય છે કે જેના વિશે સાંભળી આપણે થોડો સમય વિચાર કરતા જ રહી જઇએ છીએ. આવી જ એક ઘટના ઝિમ્બાબ્વેમાં બની હતી. ઝિમ્બાબ્વેમાં, એક વિશાળ મગરનાં જબડામાં પોતાના મિત્રને આવતા જોઇ […]

Top Stories World
Crocodile હરારે/ મિત્રને બચાવવા આ નાની બાળકીએ કર્યો મગર પર હુમલો, પછી જે થયુ...

પાણીમાં રહેલો મગર એકવાર પોતાના શિકારને દબોચી લે છે પછી તેને છોડાવવું લગભગ ના બરાબરી કહી શકાય. પરંતુ ઘણીવાર કોઇ એવો ચમત્કાર થઇ જતો હોય છે કે જેના વિશે સાંભળી આપણે થોડો સમય વિચાર કરતા જ રહી જઇએ છીએ. આવી જ એક ઘટના ઝિમ્બાબ્વેમાં બની હતી.

ઝિમ્બાબ્વેમાં, એક વિશાળ મગરનાં જબડામાં પોતાના મિત્રને આવતા જોઇ એક બાળકીએ પોતાના જીવનો વિચાર કર્યા વિના તેના પર હુમલો કરી દીધો હતો. તે પોતાના મિત્રને બચાવવા માટે મગરની પીઠ પર કૂદી ગઇ હતી. સ્થાનિક મીડિયાએ આ વિશે માહિતી આપી હતી. અહેવાલ મુજબ સિન્ડ્રેલા ગામમાં નવ વર્ષની બાળકી લાટોયા મુવાણી તેના મિત્રો સાથે નદીમાં તરી રહી હતી ત્યારે એક મગરે તેના પર હુમલો કર્યો હતો.

મિત્ર રેબેકા મુંકોંબ્વે મગરની પીઠ પર કૂદી ગઇ હતી. મુંકોંબ્વેએ કહ્યું, “ત્યાં તરતા બાળકોમાં હું સૌથી મોટી હતી. આ જ કારણે મને બચાવવાની પ્રેરણા જાગી. અહેવાલો અનુસાર, મગરે લાટોયાનો હાથ અને પગ પકડ્યો હતો. આ જોઈને રેબેકાએ તેનો સામનો કર્યો અને તેણે તેની આંખમાં ત્યા સુધી હુમલો કર્યો જ્યા સુધી તેની પકડ ઠીલી ન થઇ ગઇ. તેણે કહ્યું હતું કે, “લાટોયા મુક્ત થવાની સાથે જ હું તેની સાથે કિનારે તરીને આવી ગઇ. જો કે મગરે ફરીથી અમારા પર હુમલો કર્યો નહીં.

રેબેકાને ઇજા થઈ નથી, પરંતુ તેના મિત્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એક નર્સે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે લાટોયાને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેના પિતા, ફોર્ચૂન મુવાનીએ કહ્યું, “હું ભગવાનનો આભારી છું. તેમણે કહ્યું,” લાટોયા હવે સ્વસ્થ થઈ રહી છે. તે હોસ્પિટલમાંથી વહેલા બહાર આવશે તેવી આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.