મહેસાણા/ વૃદ્ધાવસ્થામાં લગ્નનો અભરખો ભારે પડ્યો, લાખોનો મુદ્દામાલ લઈ મહિલા રફુચક્કર

સતત ત્રીજી વખત ચૂંટણી જીતવાના ઈરાદા સાથે આવી રહેલી ભાજપ તરખાટના દરેક તીરનો ઉપયોગ કરવા માંગે છે. હવે, તેણે જ્ઞાન એટલે કે GYAN સૂત્રના આધારે મહિલા અને યુવા મતદારોની સંખ્યામાં વધારો કરીને મિશન 400ને સફળ બનાવવાની વ્યૂહરચના બનાવી છે. 

Top Stories Gujarat Others
વૃદ્ધાવસ્થામાં લગ્નનો અભરખો ભારે પડ્યો, લાખોનો મુદ્દામાલ લઈ મહિલા રફુચક્કર

જીવનમાં કોઈ વ્યક્તિનો સાથ મળે તો જીવન આરામથી પસાર કરી શકાય છે. જીવન જીવવાની ખુશી બમણી થઇ જાય છે. તેંથી દરેક વ્યક્તિને એક સાથીની જરૂર હોય છે. પરંતુ તાજેતરમાં મળતી માહિતી અનુસાર વૃદ્ધાશ્રમમાં રહેતા એક 58 વર્ષીય વૃદ્ધને લગ્નનો અભરખો ભારે પડ્યો છે.

મહેસાણામાં રહેતા મૂળ પંજાબના આ ૫૮ વર્ષીય યુવકને લગ્ન કરવાની લાલચમાં લાખો રૂપિયા ઘુમાવી દીધા છે. મળતી માહિતી અનુસાર અનમોલ બંગલોઝમાં રહેતા હુકુમસિંગને પંજાબમાં રહેતી એક મહિલા કે જેનું નામ મનદીપકૌરે હોવાનું જાણવા મળ્યું છે તેને લાખો રૂપિયા લગ્નના નામે પડાવ્યા હતા.

હુકુમસિંગના પાસેથી આરોપીએ અલગ અલગ બહાના બનાવીને રૂપિયા અને દાગીના પડાવી લીધા હતા. મળતી માહિતી અનુસાર આરોપીએ 98.93 લાખનો મુદ્દામાલ લઇ રફુચક્કર થઇ ગયા હતા. એટલું જ નહિ આ બધી જ વસ્તુ પૂરી પ્લાનિંગ સાથે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું હતું.

જયારે હુકુમસિંગને ખ્યાલ આવ્યો ત્યાં સુધી તે લોકો રફુચક્કર થઇ ગયા હતા. ત્યારબાદ તેને ઘટનાની જાણ મહેસાણામાં આવેલા બી.ડિવિઝન પો.સ્ટે.માં જઈ ફરિયાદ નોધાવી હતી. આ કેસમાં ફક્ત મહિલા જ નહિ પરંતુ તેની સાથે તેના પુત્ર સહીત ત્રણ લોકોની સામે ફરિયાદ નોધવામાં આવી છે. અત્યારે પોલીસે આ તમામ મામલે તપાસ હાથ ધરી છે.

તો આવી અનેકવાર ઘટનાઓ બનતી રહે છે જેમાં લોકોને લગ્નની લાલચ આપી તેમની સાથે છેતરપીંડી કરવામાં આવતી હોય છે એવું જ કઇક મહેસાણામાં અનમોલ બંગ્લોઝમાં રહેતા હુકુમસિંગ સાથે થયું હતું. જે મૂળ પંજાબના છે અને કોઈ પંજાબની મહિલાએ તેમને લગ્નની લાલચ આપીને અલગ અલગ બહાના બનાવી લાખો રૂપિયાના દાગીના પડાવી લીધા હતા..ત્યારે આ મામલે ફરીયાદીએ મહેસાણા બી.ડિવિઝન પો.સ્ટે.માં મહિલા અને તેના પુત્ર સહિત ત્રણ સામે  ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્વેલરને ઢોર માર/વડોદરામાં પાદરાના ધારાસભ્યના ભાઈએ જ્વેલરને ઢોર માર માર્યો

આ પણ વાંચો:શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ/યાત્રાધામ અંબાજી ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

આ પણ વાંચો:Incomx Tax raid/વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યુ, કરોડોની કરચોરીની શંકા