વડોદરાઃ સત્તા મળતા જ સત્તાધીશો શાણપણ ગુમાવી દે છે તેનો વધુ એક પુરાવો વડોદરામાં જોવા મળ્યો હતો. વડોદરામાં (Vadodara )ધારાસભ્યના (MLA) ભાઈએ જ્વેલર્સને માર માર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેણે દુકાનદારને ગોંધી રાખીને મૂઢ માર માર્યો હોવાનું કહેવાયું છે.
વડોદરાના વિધાનસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરાના ધારાસભ્ય છે. તેમના ભાઈ અને વિવેક સોની અને તેના ત્રણ કારીગરોને સમાધાન કરવા માટે ઓફિસમાં બોલાવી ઢોર માર માર્યો હતો. તેને દંડા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો.
વિવેકસિંહ અને મયૂરસિંહના કારીગર વચ્ચે બોલાચાલી થઈ હતી. તેના પગલે મયૂરસિંહે આ પગલું ભર્યુ હતુ. વિવેક સોની સારવાર માટે ગયા ત્યારે આ પ્રકરણ બહાર આવ્યુ હતુ. તેના પગલે એસ.એસ.જી હોસ્પિટલે તેમની સારવારના કેસને પોલીસ કેસ તરીકે નોંધ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.
આ અંગે પાદરાના વિધાનસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વિવેક સોની (Vivek Soni) પાદરાના ડોન બનીને ફરતો હોય તેવો રૂઆબ કરે છે. તેણે પાંચ તારીખે ફોન કરીને અનેકને ગાળો આપી હતી. પછી મારા ભાઈને હરેન્દ્રસિંહને ફોન કર્યો હતો. તેના પગલે બીજા દિવસે ફરિયાદ કરવાનું કહેતા તેણે સમાધાનની વાત કરી હતી. તેનો આખો કોલ રેકોર્ડ અમારી પાસે છે. અગાઉ પણ તેણે આ રીતે સમાધાન કર્યુ હતુ અને અમે પોલીસ કેસ કર્યો ન હતો. મારા ભાઈના સંડોવણી હશે તો કાયદો કાયદાનું કામ કરશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
