Not Set/ ઓસ્કાર એવોર્ડ 2018 : ધ શેપ ઓફ વોટરને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ, વાંચો લીસ્ટ

  લોસ એન્જલેસ હોલીવુડના ૯0માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડની જાહેરાત કેલીફોર્નિયાના લોસ એન્જેલેસમાં આવેલા ડોલ્બી થિયેટરમાં થઇ હતી. હોલીવુડની અનેક સેલિબ્રેટીઝની હાજરીમાં અપાયેલા આ એવોર્ડમાં ધ શેપ ઓફ વોટરને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ અપાયો હતો. ધ શેપ ઓફ વોટર 13 નોમિનેશન સાથે ઓસ્કારમાં ટોપ પર રહી હતી. આ એવોર્ડ સમારોમાં એક પળ એવી પણ […]

Top Stories

 

લોસ એન્જલેસ

હોલીવુડના ૯0માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડની જાહેરાત કેલીફોર્નિયાના લોસ એન્જેલેસમાં આવેલા ડોલ્બી થિયેટરમાં થઇ હતી. હોલીવુડની અનેક સેલિબ્રેટીઝની હાજરીમાં અપાયેલા આ એવોર્ડમાં ધ શેપ ઓફ વોટરને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ અપાયો હતો. ધ શેપ ઓફ વોટર 13 નોમિનેશન સાથે ઓસ્કારમાં ટોપ પર રહી હતી.

આ એવોર્ડ સમારોમાં એક પળ એવી પણ હતી કે જ્યાં શ્રીદેવી અને શશી કપૂરને યાદ કરવામાં આવ્યા હતા અને આ એવોર્ડ સમારોમાં શ્રીદેવી અને શશી કપૂરને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

અહીં ઓસ્કાર વિનર ફિલ્મો અને એક્ટર્સનું લીસ્ટ આપવામાં આવ્યું છે.

બેસ્ટ પિક્ચરધ શેપ ઓફ વોટર 

એક્ટ્રેસ ઇન લીડીંગ રોલફ્રાન્સિસ મેકડોર્મેટને થ્રી બીલબોર્ડ્સ આઉટ સાઇડ એબીંગ માટે

એક્ટર ઇન લીડીંગ રોલ : ગેરી ઓલ્ડમેન ડાર્કેસ્ટ અવર માટે

બેસ્ટ ડાયરેક્ટર : ગુલેર્મો ડેલ ટોરોને ધ શેપ ઓફ વોટર માટે

બેસ્ટ એક્ટર ઇન સપોર્ટીંગ રોલ સેમ રોકવેલને થ્રી બીલબોર્ડ્સ આઉટ સાઇડ એબીંગ માટે

બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલએલિસન જેનીને આઇ ટોન્યા માટે

સિનેમેટ્રોગ્રાફી : રોજર ડીકીન્સને બ્લેટ રનર 2049 માટે

ઓરીજીનલ સ્ક્રીનપ્લે : જોર્ડન પીલેને ગેટ આઉટ માટે

શોર્ટ ફિલ્મ (લાઇવ એક્શન) : ક્રીસ ઓવર્ટન અને રશેલ શેનટનને ધ સાઇલન્ટ ચાઇલ્ડ માટે

ડોક્યુમેન્ટરી શોર્ટ સબજેક્ટ : ફ્રેન્ક સ્ટીફેલને હેવન ઇઝ અ ટ્રાફિક જામ ઓન ધ 405 માટે

વિઝ્યુઅલ ઇફેક્ટ: જ્હોન નેલ્સન, ગેર્ડ નેઝર, પોલ લમ્બાર્ટ અને રિચાર્ડ હુવરને બ્લેડ રનર 20149 માટે

એનિમેટેડ ફિચર ફિલ્મ :  લી અનક્રીચ અને ડાર્લા કે એન્ડર્સન ને કોકો માટે