બોલીવુડના દિગ્ગજ અભિનેતા શશી કપૂરના સોમવારે થયેલા દુ:ખદ અવસાન બાદ મંગળવારે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાન ઘાટ ખાતે પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ વિદાય પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલે તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો ઉપરાંત અભિતાભ બચ્ચન, અનિલ કપૂર, નસીરુદીન શાહ, સંજય દત્ત, રાકેશ ઓમ પ્રકાશ મહેર સહિતના અનેક બોલીવુડ સેલિબ્રિટી જાનકી કુટીર ખાતે અંતિમ દર્શન માટે પહોચ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા શશી કપૂરનું ૭૯ વર્ષની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ નિધન થયું હતું. અવસાન બાદ જાનકી કુટિરમાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યું હતું ત્યારબાદ આજે રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યો હતો અને સ્મશાન ઘાટ પર પહોચાડવામાં આવ્યો હતો.