કેરલ અને તમિલનાડુમાં તબાહી મચાવ્ય બાદ ઓખી તુફાન હવે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ઓખી તુફાનના કારણે મુંબઈમાં હાઈટાઇડની ચેતવણી હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, બપોરે ૧૨.૩૦ વાગ્યે હાઈટાઇડ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આ કારણે મુંબઈ અને આસપાસના જીલ્લાની શાળા-કોલેજોમાં સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવી છે.
જયારે ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા ધમાસાણ વચ્ચે ચુંટણી પ્રચાર પર અટક્યો છે. મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજુલા, મહુવા અને શિહોરમાં રેલી હતી જયારે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની માજુરા અને સૂરતમાં રેલી હતી પણ તુફાનના કારણે સવારથી જ ચાલી રહેલી ઝડપી હવાના કારણે આ તમામ રેલીઓ રદ્દ કરવામાં આવી છે.