ભેટ/ PM મોદીએ ફાંસના રાષ્ટ્રપતિ મેક્રોનને રામ મંદિરનું મોડલ ભેટમાં આપ્યું! જયપુરમાં ભવ્ય રોડ શો કર્યો

બંને નેતાઓએ એક દુકાન પર ચા પણ પીધી આ પહેલા વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન જંતર-મંતર વેધશાળામાં મળ્યા હતા

Top Stories India
2 2 2 PM મોદીએ ફાંસના રાષ્ટ્રપતિ મેક્રોનને રામ મંદિરનું મોડલ ભેટમાં આપ્યું! જયપુરમાં ભવ્ય રોડ શો કર્યો

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની બે દિવસીય સરકારી મુલાકાતે ભારત પહોંચ્યા છે. ગુરુવારે પીએમ મોદી અને મેક્રોંએ જયપુરમાં સંયુક્ત રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન લોકોએ રોડ શોમાં ફૂલોની વર્ષા પણ કરી હતી. વાસ્તવમાં, મેક્રોન આ વર્ષે ગણતંત્ર દિવસ 2024ની પરેડના મુખ્ય અતિથિ છે. ગુરુવારે તેઓ જયપુર પહોંચ્યા, જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમનું સ્વાગત કર્યું. આ પછી તેઓ આમેર કિલ્લા પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને જંતર-મંતરથી ખુલ્લા વાહનમાં રોડ શોની શરૂઆત કરી હતી, જે હવા મહેલ પર સમાપ્ત થઈ હતી. રોડ શો દરમિયાન બંને નેતાઓએ હાથ મિલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. આ પછી પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને રામ મંદિરનું મોડલ ગિફ્ટ કર્યું હતું. બંને નેતાઓએ એક દુકાન પર ચા પણ પીધી આ પહેલા વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન જંતર-મંતર વેધશાળામાં મળ્યા હતા અને એકબીજાને ગળે લગાવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ અમેર ફોર્ટ ખાતે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કર્યું. આ દરમિયાન મેક્રોને આ વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી પણ હાજર હતા.