Not Set/ રક્તરંજિત રવિવાર, Gujarat માં રોડ અકસ્માતમાં 12 ના મોત, ૪૫ થી વધુ ઘાયલ

ભૂજ પાસે ટ્રક અને છકડા વચ્ચે અકસ્માતમાં 6 વ્યક્તિના મોત અમદાવાદ: Gujarat માટે આજનો રવિવારનો દિવસ રક્તરંજિત બન્યો છે તેમ કહીએ તો ના નહિ, કારણ કે ગુજરાતના જુદા જુદા માર્ગો પર અકસ્માતની ઘટનાઓમાં 12 વ્યક્તિના મોત નીપજ્યા છે. જયારે ૪૫થી વધુ વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાની વિગતો સાંપડી રહી રહી છે. જેમાં પ્રથમ જોઈએ તો કચ્છમાં […]

Top Stories Ahmedabad Gujarat Others Trending
Twelve People died and 45 injured in road accidents in Gujarat

ભૂજ પાસે ટ્રક અને છકડા વચ્ચે અકસ્માતમાં 6 વ્યક્તિના મોત

અમદાવાદ: Gujarat માટે આજનો રવિવારનો દિવસ રક્તરંજિત બન્યો છે તેમ કહીએ તો ના નહિ, કારણ કે ગુજરાતના જુદા જુદા માર્ગો પર અકસ્માતની ઘટનાઓમાં 12 વ્યક્તિના મોત નીપજ્યા છે. જયારે ૪૫થી વધુ વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાની વિગતો સાંપડી રહી રહી છે.

જેમાં પ્રથમ જોઈએ તો કચ્છમાં જુદા જુદા બે અકસ્માતમાં દસ વ્યક્તિના મોત નીપજ્યાં છે. જયારે ૪૦ વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં આજે રવિવારે વહેલી સવારે ભૂજના સામત્રા-દેશલપર રોડ પર ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં છ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.

આ અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે, આસપાસના લોકોના ટોળે ટોળા ત્યાં આવી ગયા હતાં. આ ગંભીર અકસ્માતમાં છકડામાં સવાર લોકો ટ્રકની નીચે આવી ગયા હતાં. જેના કારણે છ વ્યક્તિના મોત નીપજ્યા હતા. ટ્રકની નીચે ફસાયેલા હોવાના કારણે તેમને બહાર કાઢવામાં ઘણો સમય લાગ્યો હતો.

આ ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક માનકુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોના મૃતદેહ પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી દીધા હતાં. પોલીસે આ ઘટના સમયે હાજર રહેનાર લોકોની પૂછપરછ કરી હતી. આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આડેસર નજીક પોલીસ બસ અને આઈસર ટ્રક અથડાતાં ચારના મોત

જયારે શનિવારે મોડી રાત્રે બે વાગ્યાના સુમારે કચ્છમાં જ આડેસર નજીક બનેલા અન્ય એક અકસ્માતમાં  પોલીસ બસ અને આઈસર ટ્રક અથડાતાં ચાર વ્યક્તિના મોત કરુણ મોત નીપજ્યા હતા. જયારે ૩૫ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રકમાં સવાર લોકો એક પરિવારના જ હોવાનું જાણવા મળ્યું હતું.

દીવ નજીક કાર પલટી જતા બેનાં મોત

આ ઉપરાંત દીવ નજીક ઉના-ભાવનગર રોડ પર આજે સવારે એક કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે થયેલા આ અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ત્રણ યુવકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બરવાળા પાસે પોલીસ વાન અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ ઘાયલ

અન્ય એક ઘટના બરવાળાઅમદાવાદ રોડ પર બની હતી. જેમાં અમરેલીની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પોલીસ જીપમાં અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે બરવાળા પાસેના રોજીદ અને તગડી ગામ વચ્ચે તેમની વાન અને ટ્રક અથડાયા હતા. આ અકસ્માતમાં ત્રણ પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

આમ, રવિવારે ગુજરાતના રસ્તાઓ રક્તરંજિત બન્યા હતા, જેમાં જુદા જુદા અકસ્માતોમાં કુલ 12 વ્યક્તિના મોત નીપજ્યાં હતા, જયારે ૪૫થી વધુ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.