રાજકોટ/ RMC દ્વારા ફાયર એનઓસી વિના ધમધમતા ફટાકડાના સ્ટોલ બંધ કરાવાશે

આજથી ફાયર બ્રિગેડ સ્ટેન્ડ ટુ થઈ ગયું છે અને ચેકિંગ શરૂ કરી દેશે જે અંતર્ગત ફાયર એનઓસી નહીં હોય તેવા સ્ટોલને બંધ કરાવામાં આવશે.

Gujarat Rajkot
Untitled 8 RMC દ્વારા ફાયર એનઓસી વિના ધમધમતા ફટાકડાના સ્ટોલ બંધ કરાવાશે

દિવાળીના  તહેવારને હવે ગણતરી ના દિવસો બાકી છે  ત્યારે  લોકોમાં  તહેવારને લઈને ભારે  ઉત્સાહ જોવા  મળી રહ્યો છે .  લોકો   બજારમાં  ખીરીદી કરવા માટે ઉમટી પડે છે . આ  ઉપરાંત લોકોમાં તેમાં પણ બાળકો માં ફટાકડા ફોડવાનું પ્રમાણ વધુ જોવા  મળી રહ્યું  છે. ત્યારે  રાજકોટ  શહેરમાં  દ્વારા ચાલુ વર્ષે શહેરમાં 325 ફટાકડાના સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ફાયર એનઓસી વિના ધમધમતા સ્ટોલને સીલ કરી દેવામાં આવશે. આજથી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 3 ગણા વધારે ફાયર એનઓસી ફટાકડાના સ્ટોલને અપાયાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો ;Political / ગોવાની જનતાને CM કેજરીવાલ કરાવશે તીર્થ સ્થાનોનાં દર્શન, કોંગ્રેસ-ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજ સુધીમાં 325 ફટાકડાના સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપવામાં આવ્યું છે. ગત વર્ષે ફાયર એનઓસી માટે 125 અરજીઓ આવી હતી જે પૈકી 112ને મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે ત્રણ ગણા વધુ ફટાકડાના સ્ટોલ શહેરમાં ઉભા થયા છે.

આ પણ વાંચો :Political / PDP નાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તી એકવાર ફરી નજરકેદ

દરમિયાન આજથી ફાયર બ્રિગેડ સ્ટેન્ડ ટુ થઈ ગયું છે અને ચેકિંગ શરૂ કરી દેશે જે અંતર્ગત ફાયર એનઓસી નહીં હોય તેવા સ્ટોલને બંધ કરાવામાં આવશે. કાલથી શહેરમાં નાના મવા સર્કલ, પરાબજાર, પંચાયત ચોક, પેડક રોડ અને ફૂલછાબ ચોક પાસે એમ અલગ અલગ 5 સ્થળે હંગામી ફાયર ચોકી ઉભી કરવામાં આવશે. ફટાકડાના સ્ટોલ ધારકોએ ફાયર સીલીન્ડર, 20 લીટર પાણીનું બેરલ, રેતીની ડોલ અને નો-સ્મોકીંગના બોર્ડ ફરજિયાત લગાવવાના રહેશે.