Jamnagar/ પુત્રના હત્યારાની કોર્ટ પરિસરમાં જ હત્યા કરવા સબબ કોર્ટે ફરમાવી આવી સજા …

વર્ષ ૨૦૧૧ માં સુલતાન ઓસમાણ સંધી સામે યુસુફ ના પુત્રની હત્યા નીપજાવવા બદલ ખટલો ચલાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી, આરોપી સુલતાનને કોર્ટે જેલ હવાલે કર્યો હતો

Top Stories Gujarat Others
tukkal 5 પુત્રના હત્યારાની કોર્ટ પરિસરમાં જ હત્યા કરવા સબબ કોર્ટે ફરમાવી આવી સજા ...

@સલમાન ખાન, જામનગર

જામનગર જિલ્લાના લાલપુર કોર્ટ પરિસરમાં નવ વર્ષ પૂર્વે નીપજાવવામાં આવેલ અરેરાટીભર્યું હત્યા પ્રકરણ ફરી તાજું થયું છે. ગઈ કાલે લાલપુર કોર્ટે ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પોતાના પુત્રનું ઢીમ ઢાળી દેનાર આરોપીને નવ વર્ષ પૂર્વે લાલપુર કોર્ટ લઇ આવવામાં આવતા પરિસરમાં જ હત્યાનો ભોગ બનેલ પુત્રના પિતાએ છરીના પ્રહારથી કરપીણ હત્યા નીપજાવી હતી.  આ ગુનો સાબિત થઇ જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

વર્ષ ૨૦૧૧ માં સુલતાન ઓસમાણ સંધી સામે યુસુફ ના પુત્રની હત્યા નીપજાવવા બદલ ખટલો ચલાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી, આરોપી સુલતાનને કોર્ટે જેલ હવાલે કર્યો હતો. દરમીયાન રાજકોટ જેલમાં રહેલા આરોપીને જે તે સમયે લાલપુર કોર્ટમાં મુદતમાં લઇ આવવામાં આવ્યો હતો. પોલીસ જાપ્તા હેઠળ લાલપુર કોર્ટમાં આવેલ આરોપી સુલતાનની હાજરી પૂરી બહાર બાંકડે બેસાડવામાં આવ્યો હતો, આ સમયે યુસુફ પણ કોર્ટ બહાર હાજર રહ્યો હતો. સુલતાન જેવો બાકડા પર બેઠો હતો ત્યારે યુસુફે ધારદાર છરી વડે હુમલો કર્યો હતો. અને છાતીના ભાગે પ્રહાર કરી સુલ્તાનનું ઢીમ ઢાળી દીધું હતું. આ કેસ સરકારી વકીલ અને 25 સાહેદો, 40 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી યુસુફને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી, રૂ. 5 હજાર નો દંડ ફટકાર્યો છે. આમ, ખૂન કા બદલા ખૂન કેસ માં અદાલતે ચુકાદો આપતા ફરી લાલપુર હત્યા પ્રકરણ તાજું થયું હતું.

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…