પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો વિસ્ફોટ થયો છે. આતંકીઓએ ખૈબર પખ્તુનખ્વામાં પોલીસને નિશાન બનાવી છે. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે અને 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ છે. આ વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાનના સ્થાનિક બજારમાં જિલ્લાના ટેન્ક બેઝ પાસે થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટક સામગ્રી એક મોટરસાઇકલમાં લગાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ઘણા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ખૈબર પખ્તુનખ્વામાં દરરોજ આતંકી હુમલા થાય છે. તેનો ટાર્ગેટ પોલીસકર્મીઓ હોય છે. તાજેતરની ઘટના અંગે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે પોલીસ વાન પણ આ હુમલાનું નિશાન બની શકે છે. પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે,અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આ પાછળના ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે.
પાકિસ્તાનના તાલિબાન આતંકીઓએ હુમલો કર્યો
પાકિસ્તાનના એક સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, કાયદા અમલીકરણ એજન્સીઓના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ ગયા વર્ષે નવેમ્બરમાં સરકાર સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યા બાદ, પાકિસ્તાનમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકી ગતિવિધિઓ વધી છે. ખૈબર પખ્તુનખ્વા તહરીક તાલિબાન પાકિસ્તાનનો ગઢ માનવામાં આવે છે, જેઓ વારંવાર પાકિસ્તાન પોલીસને નિશાન બનાવીને હુમલા કરે છે. જો કે તાજા હુમલાના સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈએ જવાબદારી લીધી નથી.
આ પણ વાંચો: Noida/ પોલીસના રેવ પાર્ટી પર દરોડા, બિગ-બોસ વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધાઈ
આ પણ વાંચો: Surat Mass-Suicide/ સુરત સામૂહિક આપઘાત કેસમાં મૃતક મનીષ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધાશે
આ પણ વાંચો: Digital Payment/ ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની વધતી જતી બોલબાલા