નિવેદન/ જવાહરલાલ નહેરૂ અને અટલ બિહારી વાજપેયી લોકતંત્રના આર્દશ છે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

સત્તાપાર્ટી અને વિપક્ષ લોકતંત્રના બે પૈડાં છે. લોકતંત્ર માટે મજબૂત વિપક્ષની હાજરી બહુ જરૂરી છે. નહેરુજીએ અટલજીને સદાય માન આપ્યું હતું.

Top Stories
એરબેગ્સ

ભાજપના દિગ્પૂગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે  વડાપ્રધાન  નહેરુ અને  વાજપેયી ભારતીય લોકતંત્રના આદર્શ છે. સત્તાપાર્ટી  અને વિરોધ પક્ષે  આત્મનિરીક્ષણ કરવું જોઇએ અને પરસ્પર સન્માન આપીને લોકતંત્રની મર્યાદાનું પાલન કરવું જોઇએ.

ગડકરીએ જણાવ્યું હતું કે  અટલજીનો વારસો આપણા માટે પ્રેરણાસમાન છે, જ્યારે  પંડિત જવાહરલાલ નહેરુએ ભારતીય લોકતંત્રમાં વ્યાપક યોગદાન આપ્યું છે.

કેન્દ્રીય પરિવહન મંત્રીએ મહારાષ્ટ્ર વિધાનસભાના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું કે એ વખતે તેઓ વિપક્ષી નેતા હતા. ગૃહની કામગીરીને રોકવા માટે તેઓ વિપક્ષનું  નેતૃત્વ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન  એમને અટલજીને મળવાનું થયું. અટલજીએ ગડકરીને કહ્યું કે લોકતંત્રમાં આ પ્રકારનું આચરણ અયોગ્ય છે. લોકો સુધી પોતાની વાતને પહોંચાડવી એ પણ અતિ મહત્ત્વપૂર્ણ છે.

નીતિન ગડકરીએ  કહ્યું કે પોતે પણ પક્ષના અધ્યક્ષ રહી ચૂક્યા છે. લોકતંત્રમાં સત્તાપક્ષ-વિપક્ષની ભૂમિકા બદલાતી રહે છે, આથી રાજકીય પક્ષોએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. નીતિન ગડકરીએ લોકસભામાં ચોમાસુ સત્ર દરમિયાન થતા રહેલા હંગામા બાબતે કહ્યું કે  બધાએ મર્યાદાઓનું પાલન કરવું જોઇએ.કોંગ્રેસને ધ્યાનમાં રાખીને જણાવ્યું કે  એક મજબૂત વિપક્ષ જ સફળ લોકતંત્રનું નિર્માણ કરે છે. કોંગ્રેસ વિચારના આધારે જવાબદારીથી કામ કરે. સત્તાપાર્ટી અને વિપક્ષ લોકતંત્રના બે પૈડાં છે. લોકતંત્ર માટે મજબૂત વિપક્ષની હાજરી બહુ જરૂરી છે. નહેરુજીએ અટલજીને સદાય માન આપ્યું હતું.