સુરત.
સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો માટે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. તે ખેડૂતોએ વધારાના વળતરની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી ગુજરાત હાઇકોર્ટે ખેડૂતોની માંગણી યોગ્ય ગણાવીને ખેડૂતોને વધારાના રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કલેક્ટર કચેરી દ્વારા વળતર ન ચૂકવાતા ખેડૂતો કોર્ટનું જપ્તીનું વોરંટ લઇને નાયબ કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા.
મળતી જાણકારી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં 1974માં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. જેના માટે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. તેમણે વધારાના વળતરની માંગ કરી હતી. આ કેસ હાઈકોર્ટમાં ચાલ્યો હતો અને હાઈકોર્ટે ખેડૂતોને રૂપિયા આપવાની વાત કરી હતી. પરંતુ વારંવાર ધક્કા ખાવા છતાં ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નહોતું.
કોર્ટે આદેશ આપ્યો હતો કે જો વળતર નહીં ચૂકવાય તો નાયબ કલેક્ટર પ્રાંત ઓફીસના સરસામાનની જપ્તી કરવામાં આવે. હુકમના આધારે જપ્તીનું વોરંટ લઇ ખેડૂતો નાયબ કલેકટર કચેરી પહોંચ્યા હતા અને જપ્તીની કાર્યવાહી આરંભી હતી.
પાંડેસરા વિસ્તારમાં બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં જે ખેડૂતોની જમીન ગઈ હતી. તે ખેડૂતોએ વધારાના વળતરની માંગ સાથે કોર્ટમાં ઘા નાખી હતી. જેથી ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની માંગણી યોગ્ય ગણીને વધારાના રૂપિયા આપવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ ક્લેક્ટર કચેરી દ્વારા વળતર ન ચુકવાતા ખેડૂતો કોર્ટનું જપ્તીનું વોરંટ લઈને નાયબ ક્લેક્ટરની કચેરીએ પહોંચ્યાં હતાં.
પાંડેસરા વિસ્તારમાં 1974માં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવામાં આવ્યાં હતાં. આ જમીન જે ખેડૂતોની ગઈ હતી તેમણે વધારાના વળતરની માંગ કરી હતી. આ કેસ હાઈકોર્ટમાં ચાલ્યો હતો અને હાઈકોર્ટે ખેડૂતોને રૂપિયા આપવાની વાત કરી હતી. પરંતુ વારંવાર ધકા ખાવા છતાં ખેડૂતોને રૂપિયા અપાતા નહોતા. જેથી હાઈકોર્ટમાં જપ્તીનો ઓર્ડર ખેડૂતો મેળવી આવ્યાં હતાં. છતાં પણ ખેડૂતોને જમીનનું વળતર અપાયું નહતું. વારંવાર અરજી કરવા છતાં ક્લેક્ટર દ્વારા ખેડૂતોને વળતર ચકવાયું નહોતું.
ક્લેક્ટર ખાતે જપ્તીનું વોરંટ લઈ ખેડૂતો નાયબ ક્લેક્ટર કચેરી પહોંચ્યાં હતાં. અને પોલીસ અને સરકારી વકીલની સાથે ક્લેક્ટર પ્રાંત અધિકારી કચેરીએ જપ્તી પર આવેલા ખેડૂતો મોટી સંખ્યામાં બેઠાં હતાં. જપ્તી અંગે વકીલે જણાવ્યું હતું કે, જપ્તીમાં સૌ પ્રથમ જંગમ મિલકત એટલે કે રોકડા, ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરે આપવામાં આવે છે. જ્યારે જંગમ મિલકત ન ચુકવાય ત્યારે કોર્ટ સ્થાવર મીલકત સીલ કરવા કહે છે. આ છેલ્લા સ્ટેજનું છે. જેમાં પ્રાંત અધિકારીની ઓફિસ અને ફર્નિચર પણ સીલ થઈ શકે છે.