વોશિંગ્ટન,
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા સૂર્ય તરફ પોતાના મિશન પર એક અંતરિક્ષ યાનને રવાના કરવામાં આવ્યું છે. આ મિશનને “પાર્કર સોલાર પ્રોબ” નામ આપવામાં આવ્યું છે. એક ગાડી જેવા આકારનું આ અંતરિક્ષ યાન સૂર્યની સપાટીથી સૌથી નજીક ૪૦ લાખ માઈલના અંતરથી પસાર થશે. આ યાનને રવિવારે ભારતીય સમય અનુસાર સવારે ૩ વાગ્યે ૩૧ મિનિટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પહેલા કોઈ પણ અંતરિક્ષ યાન દ્વારા આ પ્રકારની ગરમી અને રોશનીનો સામનો કર્યો નથી. નાસાના આ મિશનનો મુખ્ય ઉદ્દેશ છેકે, કેવી રીતે ઉર્જા અને ગરમી સૂર્યનું ચારેબાજુ સર્કલ બનાવીને રાખે છે.
જો કે આ પહેલા શનિવારના રોજ પાર્કર સોલાર પ્રોબને લોન્ચ કરવાની હતું, પરંતુ કેટલીક તકનીકી ખામીના કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. કેપ કેનેવરલ સ્થિત પ્રક્ષેપણ સ્થળથી ડેલ્ટા-૪ રોકેટ દ્વારા આ યાનને અંતરિક્ષમાં રવાના કરવામાં આવ્યું છે.
આ યાન આવનારા ૭ વર્ષોમાં સૂર્યના ૭ ચક્કર લગાવશે. ધરતી અને સૂર્ય વચ્ચેનું એવરેજ અંતર ૯ કરોડ ૩૦ લાખ માઈલ છે. આ મિશન સૂર્યના વાયુમંડળ કે જેણે કોરોના કહેવાય છે, તે અંગે વિસ્તૃત અધ્યન કરશે.
નાસા આ મિશનનો મુખ્ય ઉદ્દેશ સૂર્યથી નજીકના વાતાવરણ, તેનો સ્વભાવ અને કાર્યપ્રણાલી ને સમજવાનું છે. આ મિશન ૭ વર્ષ સુધી સૂર્યના વાતાવરણને જાણવાની કોશિશ કરશે અને આ પ્રોજેક્ટ પાછળ નાસા દ્વારા ૧૦૩ અબજ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
આ મિશનનું નામ અમેરિકી સોલાર ખગોળશાસ્ત્રી યુજીન નેવમૈન પાર્કરના નામ પર રાખવામાં આવ્યું છે. આ મિશન જુઅરે સૂર્યની નજીકથી પસાર થશે ત્યારે ત્યાનું તાપમાન ૨૫૦૦ ડિગ્રી સેલ્સિયસ હશે.
નાસાના આ યાનની બનાવટ અંગે વાત કરવામાં આવે તો, આ અંતરિક્ષ યાન ઘણી મજબૂત હીટ શિલ્ડથી સુરક્ષિત કરવામાં આવ્યું છે, કારણ કે તે સૂર્યની પાસે ગરમીને ઝીલી શકે અને ધરતીની તુલનામાં ૫૦૦ ગણું વધુ રેડિએશન પણ ઝીલી શકે.