Not Set/ બનાસકાંઠા: એક તરફી પ્રેમમાં સગીર નોકરે 19 વર્ષની છોકરીની કરી હત્યા

બનાસકાંઠા, પ્રેમમાં મરવા અને બીજાને મારવા માટે તૈયાર રહેતા પ્રેમીઓને તમે જોયા હશે પરતું શું ક્યારે જોયું કે સાંભળ્યું છે કે કોઈ પ્રેમીએ જેને પ્રેમ કરતો હોય તેની જ હત્યા કરી નાખી હોય… જી હા, આવી જ કંઇક ઘટના બનાસકાંઠાના નન્દોત ગામમાં બની છે. એક સગીર પર 19 વર્ષની છોકરીની હત્યાનો આરોપ છે. હત્યારા સગીરની […]

Top Stories Gujarat Others
yge 9 બનાસકાંઠા: એક તરફી પ્રેમમાં સગીર નોકરે 19 વર્ષની છોકરીની કરી હત્યા

બનાસકાંઠા,

પ્રેમમાં મરવા અને બીજાને મારવા માટે તૈયાર રહેતા પ્રેમીઓને તમે જોયા હશે પરતું શું ક્યારે જોયું કે સાંભળ્યું છે કે કોઈ પ્રેમીએ જેને પ્રેમ કરતો હોય તેની જ હત્યા કરી નાખી હોય…

જી હા, આવી જ કંઇક ઘટના બનાસકાંઠાના નન્દોત ગામમાં બની છે. એક સગીર પર 19 વર્ષની છોકરીની હત્યાનો આરોપ છે. હત્યારા સગીરની ધરપકડ કરી રીમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે.

આપને જણાવીએ કે પોલીસનું કહેવું છે કે છોકરાની સાચી ઉમર જાણવા માટે તેનું મેડીકલ કરવામાં આવશે.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક છોકરીની ઓળખ મેઘના ભટોલ તરીકે થઇ છે.  છોકરાએ સોમવારે એ સમયે હુમલો કર્યો જયારે મેઘના ઘરમાં એકલી હતી. પોલીસે આગળ જણાવ્યું કે છોકરો મેઘનાના ઘરમાં કામકાજ કરતો હતો. તે દરમિયાન જ તેને મેઘનાથી એકતરફી પ્રેમ થઇ ગયો હતો. તે મેઘનાના પરિવાર સાથે જ રહેતો હતો

છાપી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એમઆર મોહનિયાએ જણાવ્યું કે ‘ સોમવારે જયારે મેઘના ઘરમાં એકલી હતી તે સમયે કથિત રીતે છોકરાએ તેના સાથે શારીરિક સંબંધ બનવાની કોશિશ કરી. મેઘનાએ ના પડી તો તેને તેના પર ધારિયાથી હુમલો કર્યો અને મેઘનાનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું.

સબ ઇન્સ્પેકટરનું કહેવું છે કે છોકરાની ઉમર વિશે હજુ પણ અનિશ્ચિતતા છે. એટલા માટે મેડીકલ રીપોર્ટ આવ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.