Election/ ફોર્મ રદ્દનાં ભારે કકડાટ વચ્ચે રાજકોટ કોંગ્રેસ માટે આવ્યા આવા સારા સમાચરા પણ

રાજકોટ કોંગ્રેસમાં કકડાટનો અવિરત દોર જોવામાં આવ્યો અનેક નેતાઓએ પક્ષ પલટાનુ શસ્ત્ર તાણ્યું તો અનેક કિસ્સા ઉમેદવારી ફોર્મ રદ્દ થયાના પણ સામે આવ્યા. શરુઆતી વાતાવરણ તો જાણે

Rajkot Gujarat
congress1 ફોર્મ રદ્દનાં ભારે કકડાટ વચ્ચે રાજકોટ કોંગ્રેસ માટે આવ્યા આવા સારા સમાચરા પણ

રાજકોટ કોંગ્રેસમાં કકડાટનો અવિરત દોર જોવામાં આવ્યો અનેક નેતાઓએ પક્ષ પલટાનુ શસ્ત્ર તાણ્યું તો અનેક કિસ્સા ઉમેદવારી ફોર્મ રદ્દ થયાના પણ સામે આવ્યા. શરુઆતી વાતાવરણ તો જાણે આવું જ સર્જાયું કે રાજકોટનાં કોંગ્રેસ પક્ષ પલટો અને ફોર્મ રદ્દનાં કારણે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પરાસ્ત થતી જોવામાં આવી રહી હતી. જો કે, રણમાં વિરડી સમાન અમુક સંજોગો પણ ઉપસ્થિત થયા અને માઠા સમાચારની વણજાર વચ્ચે રાહતનાં સમાચાર પણ સાપડ્યા છે.

વોર્ડ નં – 1 અને વોર્ડ નં – 4 

માઠા સમાચાર એ છે કે, રાજકોટનાં વોર્ડ નં – 1 અને વોર્ડ નં – 4 નાં કોંગ્રેસનાં એક-એક ઉમેદવારનાં ફોર્મ કોઇને કોઇ કારણોસર રદ્દ થયા છે. તો સામે સારા સમાચાર એ કહી શકાય કે બનેં વોર્ડમાં ડમી ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યા છે. જી હા, વોર્ડ નં – 1 નાં કોંગ્રેસી ઉમેદવાર ભરતભાઇ શિયાળનું ફોર્મ રદ્દ થયું હતું અને વોર્ડ નં – 4 નાં કોંગ્રેસનાં ઉમેદવાર નારણભાઇ સવસેતાનું ફોર્મ પણ રદ્દ થયું હતું. સામે ડમી ઉમેદવારોનાં ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. જો કે, રાજકોટ વોર્ડ 1 માં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ્દ થવાનાં મામલે, કોંગ્રેસે મેન્ડેટ રજૂ કર્યો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કોંગ્રેસે ચૂંટણી કમિશન સાથેનો પત્ર પણ જાહેર કર્યો છે. ચૂંટણી અધિકારીનો સહી તેમજ સિક્કા વાળો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. 6 તારીખના રોજ મેન્ડેટ આપ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે ફોર્મ ચકાસણી સમયે મેન્ડેટ ન હોવાનું ખુલ્યું હતું અને ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં – 3

રાજકોટ વોર્ડ નં – 3 માં પણ વોર્ડ નં – 1 અને 4 જેવો જ ક્યાસ જોવામાં આવ્યો અને ફોર્મ રદ્દ થવાનાં આરે પહોચ્યું હતું, જો કે ચૂંટણી પંચ દ્વારા બનેં પક્ષકારોને બોલાવવામાં આવશે તેવુ કહેણ આપવામાં આવતા રાહત મળી છે અને હાલ ફોર્મ રદ્દ કરવામાં આવ્યું નથી. આપને જણાવી દઇએ કે, રાજકોટમાં ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી દરમિયાન વોર્ડ નં- 3 માં પણ ભાજપે કોંગ્રેસનાં ઉમેદવારી પત્રક સામે વાંધો ઉઠાવ્યો છે. ભાજપ દ્વારા મેન્ડેડમાં સહી અને તારીખ મુદ્દે વાંધો ઉઠાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે, જો કે, વાંધા મુદ્દે બંને પક્ષને ચૂંટણી પંચ દ્વારા બોલાવશે અને વાંધામાં યોગ્ય તપાસનાં અંતે નિર્ણય લેવામાં આવશે.

વોર્ડ નં – 13

રાજકોટમાં ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી દરમિયાન વોર્ડ નં – 13માં પણ ઉમેદવારનાં ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના 4 ઉમેદવાર સામે ભાજપે વાંધો ઉઠાવ્યો. ભાજપ દ્વારા મેન્ડેટમાં શહેર પ્રમુખની સહી ન હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હોય ચૂંટણી અધિકારી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે, જો કે હાલ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા નથી.

આહીં પણ રાજકોટ કોંગ્રેસનાં ચાર ઉમેદવારનાં મેન્ડેટ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વોર્ડ નં  – 16નાં કોંગ્રેસ ઉમેદવાર સામે વાંધો રજૂ કરવામાં આવ્યો અને  ગેરીયા રસિલાબેન, પરસાણા વલ્લભભાઇ, બાબુભાઇ ઠેબા, ગાયત્રીબેન ભટ્ટનાં ઉમેદવારનું ફોર્મ પેન્ડિંગ રાખવામાં આવ્યુ હતું.  જો કે, બાદમાં આ વોર્ડ પુરતુ ઘીનાં ઠામમાં ઘી પડી જતે કોંગ્રેસે રાહતનો શ્વાસ લીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…