Not Set/ સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરવામાં ગુજરાત મોખરે: CM રૂપાણી

અમદાવાદ, અમદાવાદમાં સૌથી મોટું શોપિંગ ફેસ્ટીવલનું PM મોદી એ આજે ઉદ્દધાટન કર્યું છે. જે 17 મી જાન્યુઆરીથી લઇને 28મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. જે અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યુ હતુ. 17મીએ વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ અમદાવાદમાં વીએસ હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ  કર્યું હતું.  આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 298 સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરવામાં ગુજરાત મોખરે: CM રૂપાણી

અમદાવાદ,

અમદાવાદમાં સૌથી મોટું શોપિંગ ફેસ્ટીવલનું PM મોદી એ આજે ઉદ્દધાટન કર્યું છે. જે 17 મી જાન્યુઆરીથી લઇને 28મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. જે અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યુ હતુ.

17મીએ વડાપ્રધાન ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ અમદાવાદમાં વીએસ હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ  કર્યું હતું.  આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

તેઓએ જણાવ્યુ હતુ કે વાઇબ્રન્ટ ગુજરાતથી બંદરો ધમધમતા થયા છે. કચ્છની સ્થિતિ બદલાય ગઇ છે. સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરવામાં ગુજરાત મોખરે છે. અમદાવાદીએ પગભેર થઇ દેશ-વિદેશમાં ધંધો કરે છે.

જેને લઇ આ ફેસ્ટિવલનું અમદાવાદમાં ઉદ્દધાટન કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ ફેસ્ટિવલમાં 15000થી વધુ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગ્રાહકોને 5000થી વધુ બાન્ડ્સનો ફાયદો મળશે.

એટલુ જ નહિં પણ કરોડો રૂપિયાના ઇનામો પણ મળશે. સવારે 10 થી 12 વગ્યા સુધી અમદાવાદીઓ ખરીદી કરી શકશે અને 10 કરોડના ઇનામો અલગ-અલગ ડ્રોથી આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે ગુજરાતના અલગ-અલગ ભાગમાંથી સ્ટ્રીટ વેન્ડરથી લઇને શોપિંગ મોલ સુધીના વેપારીઆ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાયા છે, હસ્તશિલ્પિઓથી લઇને ઇલેક્ટ્રોનિક્સ અને હોટેલ રેસ્ટોરાં સાથે જોડાયેલા કારોબારી પોતાના ઉત્પાદનોનો પ્રચાર-પ્રસાર કરવા અહીં આવ્યા છે.