દુબઈ: ભારતના દુબઈ (Dubai) સ્થિત ડ્રાઈવર અજય ઓગુલાએ (Ajay Ogula) અમીરાત ડ્રોમાં Dh15 મિલિયન, INR ₹ 33 કરોડનું ઈનામ જીત્યું. લોટરી (Lottery) ઇનામ જીત્યા પછી, ઓગુલાએ કહ્યું, “હું હજી પણ વિશ્વાસ કરી શકતો નથી કે હું જેકપોટ (Jackpot) જીતી ચૂક્યો છું”, એવો અહેવાલ UAEના દૈનિક, ખલીજ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો.
ઓગુલા, જેઓ દક્ષિણ ભારતના (South India) એક ગામડાના છે, ચાર વર્ષ પહેલા સારા ભવિષ્યની શોધમાં યુએઈ આવ્યા હતા. હાલમાં એક જ્વેલરી ફર્મમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે, તે દર મહિને 3,200 દિરહામ (Dirham) કમાય છે, એમ ખલીજ ટાઇમ્સે (Khaleej times) જણાવ્યું હતું.
“હું આ રકમથી મારા ચેરિટી ટ્રસ્ટનું (Charity trust) નિર્માણ કરવાનું ચાલુ કરીશ. આનાથી ઘણા લોકોને મારા વતન અને નજીકના ગામોમાં મૂળભૂત જરૂરિયાતો મેળવવામાં મદદ મળશે,” ઓગુલાએ કહ્યું.
તેણે કહ્યું કે જ્યારે તેણે ભારતમાં તેના પરિવારને તેના જેકપોટ લાગવાના અને કરોડપતિ બનવાના સમાચાર આપ્યા ત્યારે તેની માતા અને ભાઈ-બહેનોએ તેનો વિશ્વાસ ન કર્યો. પણ હવે તેઓએ હવે તેના પર વિશ્વાસ કરવો પડશે કારણ કે હું સમાચારમાં હોઈશ.”તેમની સાથે જ ડ્રોમાં, 50 વર્ષીય બ્રિટિશ નાગરિક પૌલા લીચે 77,777 દિરહામ જીત્યા હતા, એમ ખલીજ ટાઈમ્સે ઓગુલાને ટાંકીને જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ
China Corona/ ચીનમાં કોરોનાથી હાહાકારઃ એક જ દિવસમાં 3.70 કરોડ કેસ
ચીન કોરોના/ ચીનના પૂર્વી શહેરમાં રોજના પાંચ લાખ લોકો કોરોનાથી થઈ રહ્યા છે સંક્રમિત
