પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શપથ લીધા બાદથી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. બુધવારે શહીદ ભગતસિંહના ગામમાં શપથ લેનાર ભગવંત માને રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઈન 23 માર્ચ, ભગતસિંહના શહીદ દિવસ પર શરૂ કરવામાં આવશે. ભગવંત માને કહ્યું કે આ દ્વારા લોકો વોટ્સએપ પર પણ ભ્રષ્ટાચાર સંબંધિત મામલાઓની ફરિયાદ કરી શકશે.
भगत सिंह जी के शहीदी दिवस पर, हम anti-corruption हेल्पलाइन नम्बर जारी करेंगे। वो मेरा पर्सनल वॉट्सऐप नंबर होगा। अगर आपसे कोई भी रिश्वत मांगे, उसकी वीडियो/ऑडियो रिकॉर्डिंग करके मुझे भेज देना। भ्रष्टाचारियों के ख़िलाफ़ सख्त एक्शन लिया जाएगा।
पंजाब में अब भ्रष्टाचार नहीं चलेगा।
— Bhagwant Mann (@BhagwantMann) March 17, 2022
ભગવંત માને ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. ભગવંત માને લખ્યું, ‘ભગતસિંહજીના શહીદ દિવસ પર અમે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર જાહેર કરીશું. તે મારો અંગત WhatsApp નંબર હશે. જો કોઈ તમારી પાસે લાંચ માંગે તો તેનો વીડિયો/ઓડિયો રેકોર્ડ કરીને મને મોકલો. ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબમાં હવે ભ્રષ્ટાચાર નહીં ચાલે.
