Panchmahal News/ ગોધરામાં સેન્ટ્રલ GST વિભાગના દરોડા: ખાદ્ય તેલના વેપારીની દુકાનમાં તપાસ

પંચમહાલના ગોધરા શહેરમાં સ્ટેશન રોડ પાસે આવેલી એક ખાદ્ય તેલની દુકાનમાં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા દરોડા..

Top Stories Gujarat Others Breaking News

Panchmahal News : પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્ટેશન રોડ પાસે આવેલી એક ખાદ્ય તેલની દુકાનમાં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભરત મહેતા નામના વેપારીની માલિકીની આ દુકાનમાં 4 સભ્યોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પંચમહાલ ગોધરામા સેંટ્રલ GST વિભાગે દરોડા પાડ્યા છે. સ્ટેશન રોડ છ પાસે આવેલી ખાદ્ય તેલની દુકાનમા દરોડા કરવામાં આવ્યા છે. ભરત મહેતા નામના વેપારીના ત્યા ચાર(4) સભ્યોની ટીમે તપાસ હાથ ધરી છે. વેપારીને ત્યા શંકાસ્પદ વહેવારો સામે આવવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યવહારો સામે આવવાની શક્યતાને પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગની ટીમ દ્વારા લેપટોપ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, તેમજ બિલ બુક, સ્ટોક રજિસ્ટર અને અન્ય જરૂરી દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન વેપારીના હિસાબો અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈ ગેરરીતિ જણાય તો તેના પર યોગ્ય કાર્યવાહી કરી શકાય  છે. હાલમાં તપાસ ચાલુ છે અને વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ માહિતી મળશે.

@ Ansh Dawla Panchmahal


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….

આ પણ વાંચો: દોઢ લાખની લાંચ લેતા સેન્ટ્રલ GST ના બે અધિકારી ઝડપાયા, એક લેડી ઓફિસરની પણ ACBએ કરી ધરપકડ

આ પણ વાંચો: સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ GST દર ફેરફારોને સૂચિત કરે છે, જે 18 જુલાઈથી લાગુ થાય છે