Not Set/ કોંગ્રેસ/ EU સાંસદોની કાશ્મીર મુલાકાત ‘PR સ્ટંટ’ થી વધુ કઈ નથી

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં જે જોવામાં આવ્યું છે તે બરાબર નથી. ઇયુના સાંસદોને આંતરરાષ્ટ્રીય વ્યવસાયીક દલાલ, પીઆર કવાયતની મદદથી ભારત લાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં યુરોપિયન સાંસદોની મુલાકાતને લઇ ને કોંગ્રેસ પાર્ટી સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. બુધવારે કોંગ્રેસે ફરી એકવાર આ મુદ્દે સરકારને ઘેરી લીધી […]

Top Stories India

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં જે જોવામાં આવ્યું છે તે બરાબર નથી. ઇયુના સાંસદોને આંતરરાષ્ટ્રીય વ્યવસાયીક દલાલ, પીઆર કવાયતની મદદથી ભારત લાવવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં યુરોપિયન સાંસદોની મુલાકાતને લઇ ને કોંગ્રેસ પાર્ટી સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. બુધવારે કોંગ્રેસે ફરી એકવાર આ મુદ્દે સરકારને ઘેરી લીધી હતી. પક્ષના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં દેશમાં જે જોવામાં આવ્યું છે તે બરાબર નથી. ઇયુના સાંસદોને આંતરરાષ્ટ્રીય વ્યવસાય દલાલ, પીઆર કવાયતની મદદથી ભારત લાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે છેલ્લા 72 વર્ષોમાં ભારતની નીતિ રહી છે કે જમ્મુ-કાશ્મીર એક આંતરિક મામલો છે, આ કિસ્સામાં કોઈ પણ તૃતીય પક્ષની દખલગીરી સહન કરવામાં આવશે નહીં. આ નીતિને ઉલટાવીને મોદી સરકારે સૌથી મોટું પાપ કર્યું છે. સુરજેવાલાએ કહ્યું કે ભાજપ સરકારે ભારતની સંસદનું અપમાન કર્યું છે, દેશના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમને કાશ્મીર જતાં અટકાવવામાં આવ્યા છે. પરંતુ ઇયુના સાંસદો માટે રેડ કાર્પેટ નાખવામાં આવી રહ્યું છે.

તેમણે પૂછ્યું કે આ પ્રવાસ આયોજણ કરનાર માડી શર્મા કોણ હતા? ભાજપ આ ડબ્લ્યુઇએસટી સાથે કેવી રીતે સંબંધિત છે? રણદીપ સુરજેવાલાએ પૂછ્યું હતું કે માડી શર્માએ ઇયુના સાંસદોની  વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરાવી હતી. આ અંગે  MEA શાંત કેમ છે.  કોંગ્રેસે માંગ કરી છે કે પીએમ મોદીએ આવતા સંસદ સત્રમાં આ મુદ્દે દેશને જવાબ આપવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.