National News : જૂન મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે અને 1 જુલાઈથી દેશભરમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવવાના છે. નવા નિયમો (New Rules)ની સીધી અસર સામાન્ય લોકોના ખર્ચ, મુસાફરી અને દૈનિક જીવન પર જોવા મળી શકે છે. LPG Cylinderના નવા ભાવ જાહેર થશે, હવાઈ મુસાફરીના ખર્ચમાં ફેરફાર થઈ શકે છે, HDFC બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે, કેટલીક કારો મોંઘી બનશે અને આધાર કાર્ડ ધારકોને એક મહત્વની રાહત પણ મળશે.
LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે
દર મહિનાની પ્રથમ તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલુ અને કોમર્શિયલ LPG Cylinder ના નવા ભાવ જાહેર કરે છે. 1 જુલાઈએ પણ નવા દર અમલમાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને અન્ય પરિબળોને આધારે ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.
ATFના દર બદલાતા હવાઈ મુસાફરી પર અસર
વિમાનમાં વપરાતા એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં પણ દર મહિનાની શરૂઆતમાં સુધારો કરવામાં આવે છે. જો ATF મોંઘું થશે તો એરલાઈન્સ ટિકિટના ભાડામાં વધારો કરી શકે છે, જ્યારે ભાવ ઘટશે તો મુસાફરોને રાહત મળી શકે છે.
HDFC Regalia Gold ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
1 જુલાઈથી HDFC બેંકના Regalia Gold ક્રેડિટ કાર્ડ ધારકો માટે એરપોર્ટ લાઉન્જ એક્સેસ સંબંધિત નવો નિયમ લાગુ થશે. હવે આગામી ક્વાર્ટરમાં મફત લાઉન્જ સુવિધાનો લાભ લેવા માટે અગાઉના ક્વાર્ટરમાં ઓછામાં ઓછા ₹60,000નું ખર્ચ કરવું જરૂરી રહેશે.
કાર ખરીદવી બનશે મોંઘી
નવી કાર ખરીદવાનું આયોજન કરનાર ગ્રાહકો માટે પણ 1 જુલાઈથી ખર્ચ વધવાનો છે. Kia Motors પોતાની કારોની કિંમતોમાં આશરે 2 ટકા સુધીનો વધારો કરશે, જ્યારે Tata Motors પણ પોતાના પેટ્રોલ-ડીઝલ તેમજ ઈલેક્ટ્રિક વાહનોના ભાવમાં 1.5 ટકા સુધીનો વધારો કરવાની તૈયારીમાં છે.
આધાર કાર્ડ અપડેટમાં મળશે રાહત
UIDAIના નવા નિર્ણય મુજબ 1 જુલાઈથી આધાર કાર્ડમાં ઈ-મેલ આઈડી અપડેટ (Aadhaar Update)કરવાની સેવા આગામી છ મહિના સુધી નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. અગાઉ આ સેવા માટે ₹75ની ફી લેવામાં આવતી હતી. ડિસેમ્બર 2026 સુધી લોકો આ સુવિધાનો મફતમાં લાભ લઈ શકશે.
નવા નિયમો (New Rules)ની સામાન્ય લોકો માટે શું અસર?
1 જુલાઈથી અમલમાં આવનારા આ ફેરફારોની સીધી અસર ઘરખર્ચ, મુસાફરી, બેંકિંગ અને વાહન ખરીદી જેવા ક્ષેત્રોમાં જોવા મળશે. તેથી જો તમે કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ, HDFC Credit Cardનો ઉપયોગ કરતા હોવ અથવા આધાર કાર્ડ અપડેટ કરાવવાનું વિચારી રહ્યા હોવ તો નવા નિયમો વિશે અગાઉથી જાણવું જરૂરી છે.
