National News/ PNG હોય તો LPG સિલિન્ડર પરત ફરજિયાત,સરકારનો નવો નિયમ

છેતરપિંડી અને ગેરવહીવટ અટકાવવા માટે હવે LPG Cilinderરની ડિલિવરી OTP સિસ્ટમ દ્વારા કરવામાં આવશે

Top Stories India
ઘરમાં પહેલેથી PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન ઉપલબ્ધ હોય, તો તેવા ગ્રાહકોને તેમનું LPG Cylinder પરત કરવું પડશે

National News : ભારતમાં ગેસ ગ્રાહકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે LPG અંગે નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 મે, 2026થી અમલમાં આવ્યા છે. આ નવા નિયમો અનુસાર હવે એક જ ઘરમાં LPG અને PNG બંને ગેસ કનેક્શન રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પહેલેથી PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન ઉપલબ્ધ હોય, તો તેવા ગ્રાહકોને તેમનું LPG Cilinder પરત કરવું પડશે

સરકાર દ્વારા લાગુ કરાયેલી “એક ઘર, એક ગેસ કનેક્શન” નીતિ હેઠળ જો કોઈ ઘરમાં પહેલેથી PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન ઉપલબ્ધ હોય, તો તેવા ગ્રાહકોને તેમનું LPG Cylinder પરત કરવું પડશે. આ પગલાંનો મુખ્ય હેતુ ગેસના પુરવઠામાં સંતુલન લાવવાનો છે, જેથી PNG સુવિધા વગરના લોકો સુધી LPG સરળતાથી પહોંચી શકે.

નિયમ અમલમાં આવ્યા બાદ હજારો ગ્રાહકોએ પોતાનું LPG કનેક્શન સ્વૈચ્છિક રીતે બંધ કર્યું હોવાનું જાણવા મળ્યું છે, અને આ સંખ્યા હજુ વધવાની શક્યતા છે.

નિયમોનું પાલન નહીં કરાય તો કડક કાર્યવાહી

સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ ગ્રાહક આ નિયમોનું પાલન નહીં કરે, તો તેનું LPG કનેક્શન બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત, રિફિલ આપવામાં નહીં આવે અને દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. ગેસ વિતરણ કંપનીઓને પણ સૂચના આપવામાં આવી છે કે PNG ધરાવતા ગ્રાહકોને LPG રિફિલ ન આપવામાં આવે.

OTP આધારિત ડિલિવરી સિસ્ટમ ફરજિયાત

છેતરપિંડી અને ગેરવહીવટ અટકાવવા માટે હવે LPG સિલિન્ડરની ડિલિવરી OTP સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. ગ્રાહકને સિલિન્ડર મેળવવા માટે નોંધાયેલા મોબાઇલ નંબર પર આવેલ OTP જણાવવો ફરજિયાત રહેશે.

તે સિવાય, સંગ્રહખોરી રોકવા માટે સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે, જેથી દરેક ગ્રાહકને સમાન રીતે ગેસ ઉપલબ્ધ થઈ શકે.આ નવા નિયમો લાખો ગ્રાહકોને અસર કરશે, તેથી સમયસર માહિતી મેળવી જરૂરી પગલાં લેવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : એલપીજીથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી… દેશમાં આજથી લાગુ કરવામાં આવ્યા છે આ 5 મોટા ફેરફારો

આ પણ વાંચો : એલપીજી સિલિન્ડર, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ સંબંધિત નિયમો 1 જૂનથી બદલાઈ જશે

આ પણ વાંચો : બજેટ પહેલા એલપીજીના ભાવમાં ધરખમ ઘટાડો!જાણો નવી કિંમત