સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાનની પત્ની તાજીન ફાતિમાને વીજ ચોરીનાં કેસમાં ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન મળી ગયા છે. શનિવારે ઉત્તર પ્રદેશની રામપુર જિલ્લા અદાલતે તેમને વીજ ચોરીનાં કેસમાં રાહત આપી હતી. જણાવી દઈએ કે અધિકારીઓને એક ફરિયાદ મળી હતી કે કોઈ રિસોર્ટમાં ગેરકાયદેસર રીતે વીજળી સપ્લાય કરવામાં આવી રહી છે અને તેનું કનેક્શન પણ રિસોર્ટનાં ટ્યુબવેલમાં આપવામાં આવ્યું છે. આ સ્થાનનું નામ ફાતિમાનાં નામ પર છે.
ફરિયાદનાં આધારે કાર્યવાહી કરતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) પ્રેમ પ્રકાશ તિવારી અને સબ ડિવિઝનલ ઓફિસર (એસડીઓ) રાજીવ રંજને 5 સપ્ટેમ્બરનાં રોજ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ સ્થાનિક વહીવટીતંત્રએ રિસોર્ટનું વીજળી કનેક્શન કાપી નાંખ્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે વીજળી વિભાગે આ કેસમાં 30 લાખનો દંડ ફટકાર્યો હતો. હવે આ કેસમાં તાજીન ફાતિમાને કોર્ટમાંથી રાહત મળી છે.
એસડીએમ તિવારીએ પુષ્ટિ કરી હતી કે દરોડા દરમિયાન વીજ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં ફાતિમા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાતિમાએ ધરપકડ ટાળવા માટે કોર્ટનો રસ્તો પસંદ કર્યો હતો. ફાતિમાને તેના વકીલ નસીર સુલતાન દ્વારા દાખલ કરેલી અરજી બાદ અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
