એક દલિત છોકરી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે છોકરી ખેતરમાં ઘઉંની લણણી કરી રહી હતી, ત્યારે ત્રણ છોકરાઓએ તેને બળજબરીથી ઉપાડી લઇ ગયા હતા અને તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. જે જોઈ છોકરીની બહેન ભાગીને આ ઘટનાની જાણ ગામલોકોને કરી હતી. ત્યારબાદ ગ્રામજનોએ ત્રણેયને ઘેરી લીધા હતા અને બંને આરોપીઓને સ્થળ પરથી પકડી લીધા હતા પરંતુ એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ ઘટના કાનપુરના ઘાટમપુર વિસ્તારની છે, કહેવાઈ રહ્યું છે કે બે આરોપી અન્ય ધર્મના છે, જેના કારણે દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ મહિનામાં માત્ર કાનપુરમાં જ એક ડઝન જેટલા બળાત્કાર થયાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો :કેન્દ્રની તમામ સરકારો નકસલવાદને ડામવામાં નિષ્ફળ ગઈ, નકસલવાદી તાંડવ આજે પણ યથાવત જ છે
ગયા મહિને ઘાટમપુર વિસ્તારમાં જ કોન્સ્ટેબલે તેના સાથીઓ સાથે મળીને સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો. બીજા દિવસે મહારાજપુરમાં દલિત યુવતી સાથે ચાર છોકરાઓએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ, અહમદનગરમાં એક સાથે સળગાવાઈ 22 ચિતાઓ
આ ઘટના અંગે ગ્રામજનું કહેવું છે કે બંને આરોપીઓને પોલીસ હવાલે કર્યા છે. તે જ સમયે, છોકરીના પિતાએ જણાવ્યું કે તે કોઈ કામ માટે પત્ની અને મોટી પુત્રી સાથે બીજા ગામ ગયો હતો. ત્યારે જ તેને માહિતી મળી હતી કે તેની નાની પુત્રી સાથે ગેંગરેપ થયો છે. અમે ઈચ્છીએ છીએ કે આરોપીને કડક સજા કરવામાં આવે.
આ પણ વાંચો : કુંભમેળામાં ખોવાયેલી મહિલા પાંચ વર્ષ બાદ કુંભમેળામાંથી મળી
