RMC/ રાજકોટમાં બપોર સુધીમાં નવા 150 કેસ, મનપાએ કર્યો 45 વાહનોનો ઉમેરો

રાજકોટ શહેરમાં કોરોના વાયરસની સંક્રમણની વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 30 સંજીવની તથા GVK નાં 25

Gujarat Rajkot

પેડક રોડ પર પાણીના ઘોડા પાસે તથા સોરઠીયા વાડી ચોક ખાતે ટેસ્ટીંગ બુથ શરૂ

રાજકોટ શહેરમાં કોરોના વાયરસની સંક્રમણની વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 30 સંજીવની તથા GVK નાં 25 ધનવંતરી રથ મળી કુલ 45 વાહનો કોરોના અંતર્ગતની કામગીરીમાં આજરોજ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પેડક રોડ પર પાણીના ઘોડા પાસે તથા સોરઠીયા વાડી ચોક ખાતે ટેસ્ટીંગ બુથ પણ શરૂ કરવામાં આવ્યા છે.

Dhanvantari Rath In Rajkot: Latest News, Photos and Videos on Dhanvantari  Rath In Rajkot - ABP Asmita

આજે બપોર સુધીના કોરોનાના કુલ આંકડાઓ

તા. 08/04/2021 ના કુલ ટેસ્ટ – 10318, કુલ પોઝિટિવ – 427,પોઝિટીવ રેઈટ – 4.13 %, કુલ ડીસ્ચાર્જ – 20 તેમજ આજે તા. 09/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ – 150,આજ સુધીના કુલ પોઝિટિવ કેસ – 21579,આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ  19167,આજ સુધીમાં રિકવરી રેઈટ : 89.45 %,
આજ સુધીમાં કુલ ટેસ્ટ – 738136, પોઝિટિવિટી રેઈટ – 2.90 %

15 Dhanvantari Raths started in Rajkot's 18 wards | Rajkot News - Times of  India

45 વાહનોનો ઉમેરો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ 48 ધનવંતરી રથ, 19 સંજીવની રથ, 104 વ્હીકલ, ટેસ્ટીંગ વાન 36 કોરોના અંતર્ગત ફીલ્ડવર્ક કરી રહેલ છે. જેમાં આજરોજ ઉપરોક્ત 45 વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી લોકોને વધુ ઝડપથી મેડીકલ સુવિધા મળી રહે. ટેસ્ટીંગ બુથમાં પણ વધારો કરી કુલ ૯ બુથમાં ટેસ્ટીંગ કામગીરી ચાલી રહી છે. ટેસ્ટીંગ બુથમાં ટેસ્ટ કરાવવા આવતા લોકોને જુદી જુદી સુવિધાઓ જેવી કે, બેસવાની, પાણીની, મંડપ વિગેરે વ્યવસ્થા કરવાનું મેયર ડૉ.પ્રદિપ ડવએ સુચના આપી હતી.

સાવચેતીની અપીલ

કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની ખુબ જ જરૂર છે. ખાસ કરીને સિનિયર સીટીઝન અને બાળકોને કામ સિવાય ઘરની બહાર જવું જ નહિ. તેમજ તાવ, શરદી, ઉધરસના સામાન્ય લક્ષણ જણાય તો પણ કોઇપણ જાતના ગભરાટ રાખ્યા વગર કોરોના ટેસ્ટ કરાવી લેવો. આ ઉપરાંત, કોરોનાની સામે રામબાણ ઈલાજ એટલે કે, 45 વર્ષથી ઉપરના બાકી રહેતા લોકોએ વહેલાસર કોરોના સામેની રસી લઇ લેવા મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેશ્વરીબેન ડોડીયાએ અપીલ કરી હતી.