Not Set/ બહુચરાજી મંદિર ટ્રસ્ટ કોરોના કાળ વચ્ચે ઉજવશે ચૈત્રી નવરાત્રી

રાજ્યમાં વકરતા કોરોના કહેર વચ્ચે મહેસાણા જીલ્લાના બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી નો કાર્યક્રમ જાહેર કરાયો છે.

Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં સતત સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ વધતા રાજ્યના ઘણા યાત્રા ધામોમાં દર્શન  અને અન્ય કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યમાં વકરતા કોરોના કહેર વચ્ચે મહેસાણા જીલ્લાના બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી નો કાર્યક્રમ જાહેર કરાયો છે.

કોરોના કાળ વચ્ચે મહેસાણા જીલ્લાના બહુચરાજી મંદિર દ્વારા ચૈત્રી નવરાત્રી ની ઉજવણી કરવામાં અચ્શે અને તે અંગેતો કાર્યક્રમ મંદિર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.  બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રી નું વિશેષ મહત્વ હોય છે. કોરોના ના કહેર વચ્ચે ચૈત્રી પૂનમે પાલખી યાત્રા ફક્ત મંદિર પટાંગણ માં નીકળશે.

ઉમેદવાર કે ગુંડા / આપના ગાંધીનગર વોર્ડ નંબર ૩ના પ્રમુખ સાથે ભાજપના ઉમેદવારોની ગુંડાગીરી, કલેકટર કચેરીમાં જ માર્યો માર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના વિવિધ મંદિરો દ્વારા દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જયારે કેટલાક મંદિરોમાં ઓન લાઈન દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. તો કેટલાક મંદિરો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસમાં વધારો થતા ગાંધીનગર  ખાતે આવેલું ડભોડા હનુમાન જી નું મંદિર, કાલુપુર સ્વામીનારાયણ મંદિર, અને બોટાદ ખાતે આવેલું કષ્ટભંજન હનુમાનજીનું મંદિર દર્શનાર્થીઓ માટે  બંધ કરી દેવામાં આવ્યા છે.