Food Recipe/ પકોડા કઢી નહિં…કાળા ચણાની કઢી બનાવો…તદ્દન રાજસ્થાની સ્વાદ…સરળ સ્વાદિષ્ટ રેસિપી!

અહિં અમે તમારા માટે  સિક્રેટ ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમારી કઢીનો સ્વાદ અસ્સલ રાજસ્થાની જેસલમેર કઢી (Kala Chana Kadhi) જેવો જ આવશે…

Trending Tips & Tricks Food Lifestyle
Kala Chana Kadhi...રાજસ્થાનની Excellent પરંપરાગત મહેક! માત્ર 30 મિનિટમાં Quickly તૈયાર!

Food Recipe: આજે તમને રાજસ્થાનની પ્રખ્યાત કાળા ચણાની કઢી (Rajasthani Kala Chana Kadhi) બનાવવાની રેસિપી શૅર કરવા જઈ રહ્યાં છીએ જેને તમે પકોડા વિના જ બનાવી શકશો. આ કઢીમાં કાળા ચણાનો ઉપયોગ કરવામાં આવે છે.

ભાત અને રોટલી કે પરોઠાની સાથે કઢીનો ટેસ્ટ જુદો જ લાગે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, બિહાર, પંજાબ અને ગુજરાતમાં લોકો કઢી ખાવી ખૂબ પસંદ કરે છે. પણ દરેક પ્રાંતમાં કઢીનો ટેસ્ટ જુદો જુદો હોય છે. એની બનાવવાની રીત પણ જુદી-જુદી હોય છે. આજે તમને રાજસ્થાનની પ્રખ્યાત કાળા ચણાની કઢી બનાવવાની રેસિપી (Kala Chana Kadhi Recipe)શૅર કરવા જઈ રહ્યાં છીએ જેને તમે પકોડા વિના જ બનાવી શકશો. આ કઢીમાં કાળા ચણાનો ઉપયોગ કરવામાં આવે છે. તમને આ કઢીનો સ્વાદ અવશ્ય પસંદ પડશે!

કઢી બનાવવી કઠિન લાગે છે?

આપણા ભોજનની થાળીમાં કઢી (Kadhi)નું સ્થાન અનોખું છે. સાવ સામાન્ય લાગતી કઢી અમુક વખતે દાળ કે શાકથી પણ વધારે ટેસ્ટી લાગતી હોય છે. જો કઢીને ધ્યાનથી બનાવવામાં આવે, એમાં તાજા લીમડાનો વઘાર પડે અને અમુક ટિપ્સ (Tips)અપનાવવામાં આવે તો આ સાધારણ કઢી આંગળા ચાટી જવા મજબૂર કરી દે છે!!

ઘણા લોકોને આ કઢી બનાવવી કઠિન કાર્ય લાગતું હોય છે પરંતુ, હકીકતમાં એ સૌથી સરળ વાનગી (Recipe) છે! તમારે એને કેટલી વાર પકાવવી અને એમાં કેવો વઘાર કરવો એની ખબર પડી જાય તો તમારી કઢી લાજવાબ બનશે જ! અમુક લોકોને એવી ફરિયાદ હોય છે કે, એમની બનાવેલી કઢીનો સ્વાદ પરંપરાગત રાજસ્થાની વાનગી  જેવો કેમ નથી આવતો? ચિંતા ના કરો, અહિં અમે તમારા માટે  સિક્રેટ ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમારી કઢીનો સ્વાદ અસ્સલ રાજસ્થાની જેસલમેર કઢી જેવો જ આવશે. તો ચાલો જાણીએ આ સરળ પરંતુ, અફલાતૂન રેસિપી…

શી રીતે બનાવશો કાળા ચણાની કઢી? (Rajasthani Kala Chana Kadhi Recipe)

કાળા ચણાની કઢી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

કાળા ચણાની કઢી બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

1 કપ કાળા ચણા

2 કપ દહીં કે છાશ

અડધી ચમચી હળદર

1 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરું

3-4 ચમચી બેસન

2-3 ચમચી દેશી ઘી

અડધી ચમચી જીરું

ચપટી હીંગ

2 સૂકા લાલ મરચા

2 લાંબા સમારેલા લીલા મરચાં

5-7 મીઠા લીમડાના પાન

1 ચમચી બારીક સમારેલા લસણ-આદુ

1 ચમચી કસૂરી મેથી

1 ચમચી બારીક સમારેલી કોથમીર

ગરમ મસાલો

સ્વાદાનુસાર મીઠું

કાળા ચણાની કઢી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 1 કપ કાળા ચણા (Black Gram) લો. એને પાણીથી ધોઈને આખી રાત પલળવા દેવા. ચણાને પાણીથી બે-ત્રણ વાર ધોઇને રાતભર પલાળવા.

2. હવે ચણામાંથી પાણી કાઢી દઈને એ ચણાને પ્રેશર કૂકરમાં સ્વચ્છ પાણી અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને ગળે ત્યાં સુધી સીટી વગાડી લો.

3. આ માટે મધ્યમ તાપે 4 સીટી લગાવીને કૂકર બંધ કરી ઠંડુ થવા દેવું.

4. હવે બફાયેલા કાળા ચણાને ચાળણી વડે ગાળીને અલગ રાખવા. એનું પાણી તમે પી શકો છો એ ઘણું જ સ્વાસ્થ્યવર્ધક હોય છે.

5. કઢી બનાવવા માટે દહીં કે છાશ (Curd or Buttermilk) લેવી. એમાં પ્રમાણસર હળદર, લાલ મરચું, ધાણાજીરું અને 3-4 ચમચી બેસન (Besan) મિક્સ કરવું.

6. દહીંમાં આ તમામ સામગ્રીને સારી રીતે ફેંટી કે વલોવી લેવી. હવે આવશ્યકતા અનુસાર પાણી મિક્સ કરો. એક પાતળું કઢીનું મિશ્રણ તૈયાર કરો.

7. એક કડાઈમાં 2-3 ચમચી દેશી ઘી ઉમેરો. એમાં જીરું, હીંગ અને સૂકા લાલ મરચા ઉમેરી વઘાર કરો.

8. વઘાર તતડે એટલે એમાં 2 લાંબા સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને બારીક સમારેલા લસણ-આદુ ઉમેરો.

9. 1 મિનિટ સુધી શેકી લો અને પછી તૈયાર ઘોળ ઉમેરો. છમકારો બોલે એટલે એની મહેકથી રસોડામાં સરસ સુગંધ પ્રસરશે.

10. એક ઉભરો આવે ત્યાં સુધી કઢીને સતત ચલાવતા રહો. ઉભરો આવે પછી એમાં બાફેલા ચણા અને સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરીને પકાવો.

11. ફ્લેમને ધીમી રાખીને એને અડધું ઢાંકીને 10 મિનિટ સુધી પકાવી લો.

12. 10 મિનિટ બાદ, કઢીમાં કસૂરી મેથી, બારીક સમારેલી કોથમીર અને ગરમ મસાલો ઉમેરો. આ તમામ વસ્તુઓનો સારી રીતે મિક્સ કરો.

તો તૈયાર છે તમારી કાળા ચણા વાળી રાજસ્થાની કઢી (Rajasthani Kala Chana Kadhi)…જેને તમે રોટલી-પરોઠા અથવા ભાત ગમે તેની સાથે ખાઈ શકો છો. આ કઢીનો સ્વાદ પકોડા કઢીની જેમ જ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે!


આ પણ વાંચો: કૂકરમાં એકસાથે કઢી-ભાત બનાવો, એટલો મસ્ત ટેસ્ટ આવશે કે આંગળા ચાટી જશો! નોંધી લો રેસિપી…

આ પણ વાંચો: ઘરે બનાવો સ્વાદિષ્ટ પંજાબી કઢી પકોડા..અસલ દેશી સ્વાદ…ટેસ્ટી રેસિપી..!

આ પણ વાંચો: મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!