Entertainment News:સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ Love and War ને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે ફિલ્મમાંથી Vicky Kaushal First Look પણ સામે આવી ગયો છે. વિન્ટેજ સ્ટાઇલના આ પોસ્ટરમાં વિકી કૌશલનો એકદમ અલગ અને ઇન્ટેન્સ અવતાર જોવા મળી રહ્યો છે.
પોસ્ટરમાં વિકી કૌશલ વિન્ટેજ હેરકટ અને મૂછોમાં નજરે પડે છે. તેમના ચહેરા પર ઈજાના નિશાન છે, હાથમાં સળગતી સિગારેટ છે અને આંખોમાં ગુસ્સો સ્પષ્ટ જોવા મળે છે. લાઇટરથી સિગારેટ સળગાવતા વિકીનો આ લુક ફિલ્મમાં તેમના પાત્રને લઈને અનેક સવાલો ઉભા કરે છે.
Love and Warમાં Vicky Kaushalનો ઇન્ટેન્સ લુક
![]()
મેકર્સે વિકી કૌશલનો આ ફર્સ્ટ લુક વિન્ટેજ-સ્ટાઇલ પોસ્ટર સાથે જાહેર કર્યો છે. પોસ્ટર શેર કરતી વખતે વિકી કૌશલે લખ્યું હતું, “નજરેં મિલેંગી, લેકિન હટેંગી નહીં!” તેમના આ ડાયલોગ અને પોસ્ટરમાં જોવા મળતો ગુસ્સાવાળો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
Vicky Kaushal First Look સામે આવ્યા બાદ ચાહકો ફિલ્મમાં તેમના પાત્ર વિશે જાણવા માટે ઉત્સુક બન્યા છે. જોકે, મેકર્સે અત્યાર સુધી તેમના પાત્ર વિશે વધારે માહિતી જાહેર કરી નથી.
Love and Warની રિલીઝ ડેટ જાહેર
Love and War 21 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને રોમેન્ટિક વોર ડ્રામા તરીકે રજૂ કરવામાં આવી રહી છે. સંજય લીલા ભણસાલીના દિગ્દર્શનને કારણે આ ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો પણ સામે આવ્યો ફર્સ્ટ લુક
વિકી કૌશલનો Vicky Kaushal First Look સામે આવે તે પહેલાં મેકર્સે ફિલ્મ Love and War માંથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફર્સ્ટ લુક પોસ્ટર પણ જાહેર કર્યા હતા. ત્રણેય કલાકારોના અલગ-અલગ લુકે ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધુ વધારી છે. ખાસ વાત એ છે કે દરેક પોસ્ટરમાં કલાકારોનો અલગ અને રેટ્રો અંદાજ જોવા મળી રહ્યો છે, જે ફિલ્મની પિરિયડ સ્ટોરી તરફ ઈશારો કરે છે.
રણબીર કપૂરના ફર્સ્ટ લુકમાં તેઓ એક વિન્ટેજ સ્પોર્ટ્સ કારની ડ્રાઇવર સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા. તેમના હાથ પર ગોળી વાગ્યાનું નિશાન પણ જોવા મળ્યું હતું. રણબીરનો આ ઇન્ટેન્સ અને રહસ્યમય લુક જોઈને તેમના પાત્રને લઈને ચાહકોમાં અનેક સવાલો ઉભા થયા છે. જોકે, મેકર્સે હજુ સુધી રણબીરના પાત્ર વિશે સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી.
Ahh sh!tt here again #Alia 😓. Why they Keep hauling Alia? Goodluck Love and War😭#LoveandWar pic.twitter.com/sgWal7SHRj
— TruthBomber (@sudhanshusinghh) September 24, 2026
બીજી તરફ, આલિયા ભટ્ટના પોસ્ટરમાં તેમનો એકદમ અલગ અવતાર જોવા મળ્યો હતો. આલિયા લાલ રંગના આઉટફિટમાં Retro Cabaret Dancerના લુકમાં નજરે પડી હતી. પોસ્ટરની બેકગ્રાઉન્ડ ડિઝાઇન અને આલિયાનો લુક 1960 અને 1970ના દાયકાની ફિલ્મોમાં જોવા મળતા રેટ્રો કેબરે સોંગ્સની યાદ અપાવે છે. આલિયાના આ ગ્લેમરસ અવતારે પણ સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
હવે Vicky Kaushal First Look, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પોસ્ટર્સ સામે આવ્યા બાદ Love and Warના ત્રણેય મુખ્ય પાત્રોને લઈને ચર્ચા વધી છે. ફિલ્મમાં ત્રણેય કલાકારો પહેલીવાર એકસાથે જોવા મળશે અને સંજય લીલા ભણસાલીનું દિગ્દર્શન હોવાથી ફિલ્મને લઈને ચાહકોની અપેક્ષાઓ પણ વધી છે.
આલિયા-રણબીરની સાથે બીજી ફિલ્મ
![]()
Love and War આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે બીજી ફિલ્મ છે. આ પહેલાં બંને અયાન મુખર્જીની ફિલ્મ Brahmastra માં સાથે જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર બંને મોટા પડદા પર સાથે જોવા મળશે.
બીજી તરફ, Love and War વિકી કૌશલ અને સંજય લીલા ભણસાલીનું પ્રથમ સહયોગ છે. ફિલ્મના ભવ્ય સ્કેલને કારણે પણ તેની ખાસ ચર્ચા થઈ રહી છે.
425 કરોડના બજેટમાં બની રહી છે ફિલ્મ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર Love and Warનું બજેટ લગભગ 425 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકારોએ ફી ન લીધી હોવાનો દાવો પણ કેટલાક રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો હતો. જોકે, આ અંગે મેકર્સ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
હવે વિકી કૌશલના Vicky Kaushal First Look બાદ ચાહકોની નજર ફિલ્મના ટ્રેલર અને તેમના પાત્ર સાથે જોડાયેલી વધુ માહિતી પર રહેશે. ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
