Ajab Gajab News : ભારત વિવિધતાઓ અને પરંપરાઓનો દેશ છે. અહીં દરેક રીત-રિવાજ પાછળ કોઈને કોઈ ઊંડું કારણ છુપાયેલું હોય છે. આજે આપણે વાત કરીશું ઉત્તર ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રચલિત એક એવી પ્રથાની, જે સાંભળવામાં તમને થોડી વિચિત્ર લાગશે, પણ તે નવજાત શિશુ (Child) અને માતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રથાનું નામ છે ‘સૌરી’ (Sauri).
આજના જમાનામાં બાળક (Child)જન્મે એટલે તરત જ સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે અને સગા-સંબંધીઓ બાળકને રમાડવા દોડી આવે છે. પરંતુ ‘સૌરી’ પ્રથામાં નિયમો તદ્દન અલગ છે.

શું છે ‘સૌરી‘ પ્રથા?
જ્યારે કોઈ ઘરમાં બાળક (Child) નો જન્મ થાય છે, તે દિવસથી લઈને અમુક નક્કી કરેલા દિવસો સુધી માતા અને બાળકને ઘરના એક અલગ રૂમમાં (એકાંતમાં) રાખવામાં આવે છે.
નિયમ: આ રૂમમાં ઘરના અન્ય સભ્યો કે બહારના લોકોને જવાની મનાઈ હોય છે.
દેખરેખ: માતા અને બાળક (Child) ની સંભાળ રાખવા માટે માત્ર એક જ ચોક્કસ વ્યક્તિને અંદર જવાની પરવાનગી હોય છે. આ સમયગાળાને ‘સૌરી બેસાડવી’ કહેવામાં આવે છે.

આવું શા માટે કરવામાં આવે છે બાળક સાથે (Child)?
ઘણા લોકોને આ અંધશ્રદ્ધા લાગી શકે છે, પરંતુ સુલ્તાનપુરના સ્થાનિક બ્રહ્મા દેવીના જણાવ્યા મુજબ આની પાછળ સ્વાસ્થ્યનું મોટું કારણ છે.
ચેપ (Infection) થી બચાવ: નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિ (Immunity) ખૂબ ઓછી હોય છે. જો ઘણા બધા લોકો તેને રમાડે કે અડકે તો બાળકને ચેપ લાગવાનો ડર રહે છે.
સ્વચ્છતા: માતાની ડિલિવરી પછી તેનું શરીર પણ નબળું હોય છે. ‘સૌરી’ નો મુખ્ય હેતુ માતા અને બાળકને ‘ક્વોરેન્ટાઇન’ (Quarantine) કરવાનો છે, જેથી બંને સુરક્ષિત રહે.

કેટલા દિવસ ચાલે છે આ પ્રથા?
પહેલાના જમાનામાં આ પ્રથા સવા મહિનો (લગભગ 40 દિવસ) સુધી ચાલતી હતી. જોકે, હવે સમય બદલાતા તેનો સમયગાળો ઘટ્યો છે.
એકી સંખ્યા: સામાન્ય રીતે આ પ્રથા વિષમ સંખ્યાના દિવસોમાં પાળવામાં આવે છે. અત્યારે લોકો 9 દિવસ કે 11 દિવસ સુધી સૌરીમાં બેસે છે.
નિષ્કાસન સંસ્કાર: નક્કી કરેલા દિવસો પૂરા થાય પછી ‘નિષ્કાસન સંસ્કાર’ (બહાર આવવાની વિધિ) કરવામાં આવે છે. ત્યાં સુધી કોઈને બાળક (Child) નું મોઢું જોવા મળતું નથી. આ વિધિ પછી જ લોકો બાળક (Child) ને જોઈ શકે છે અને ઉત્સવ મનાવવામાં આવે છે.

હોસ્પિટલ હોય કે ઘર, નિયમ તો પળાય જ છે
ભલે આજે બાળકોનો જન્મ હોસ્પિટલમાં થાય છે, પણ ઘરે આવ્યા પછી ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ આ પરંપરાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન માતાને સંપૂર્ણ આરામ આપવામાં આવે છે અને તેને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, જેથી તે જલ્દી રિકવર થઈ શકે.
‘સૌરી’ ભલે એક જૂની પરંપરા હોય, પણ કોરોના કાળમાં આપણે જોયું કે આઈસોલેશન કેટલું જરૂરી છે. આપણા વડીલો સદીઓ પહેલા આ વિજ્ઞાન જાણતા હતા, જેને તેમણે પરંપરાનું નામ આપ્યું હતું.
આ પણ વાંચો: હળાહળ કળિયુગ….પિતાએ સાવકી દીકરી સાથે કર્યા લગ્ન!! અન્ય કિસ્સામાં બહેન ભાઈ સાથે ફરાર…!!
આ પણ વાંચો: વરરાજાએ દહેજ લેવાની ના પાડી, સસરાએ સંબંધ જ તોડી નાખ્યો! વિચિત્ર ઘટના વાયરલ!!
